વડોદરા : વડનો રોપ વાવીને જિલ્લા કલેક્ટરે કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

Update: 2020-06-05 08:17 GMT

છોડનું રક્ષણ કરવાની સાથે 15 દિવસ સુધી જમીનનો ભેજ જાળવી રોજેરોજ પાણી પીવડાવવાની જહેમતનો વિકલ્પ આપતાં સેલ્ફ વોટરિંગ ટ્રી ગાર્ડના સંશોધન માટે યુવા સાહસિકને આપ્યા અભિનંદન..

જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે આજે વટ સાવિત્રી અને પર્યાવરણ પર્વનો સુભગ સમન્વય સાધતાં,કલેકટર કચેરીના પ્રાંગણમાં વિશ્વ પર્યાવરણ દિવસને અનુલક્ષીને વડના રોપાનું વાવેતર, નવા પ્રકારના સેલ્ફ વોટરીંગ ટ્રી ગરડની સુવિધા હેઠળ કર્યું હતું. તેમની સાથે અધિક નિવાસી કલેકટર ડી.આર.પટેલ તથા આઇ. એ.એસ. પ્રોબેશનર આનંદુ એ સીસમના રોપનું વાવેતર કર્યું હતું.

વારંવાર પુર, ભારે વરસાદ, નબળો વરસાદ જેવી કુદરતી આફ્તોનો સામનો કરવો પડે છે ત્યારે તેની સામે બચાવ માટે દરેક વ્યક્તિ પર્યાવરણના રક્ષણ અને સંવર્ધનનો પ્રયત્ન કરે અને શક્ય તેટલા વૃક્ષો ઉછેરી અને તેમનું રક્ષણ કરી વનસ્પતિ વૈવિધ્ય જાળવવામાં યોગદાન આપે તેવો તેમણે અનુરોધ કર્યો હતો.

વધુમાં તેમણે જણાવ્યું કે પ્રત્યેક વ્યક્તિએ કોરોના વોરિયરની જેમ પ્રકૃતિના સંરક્ષક બનવું જોઈએ અને દૈનિક જીવનના કામોમાં પર્યાવરણને કોઈ નુકશાન ના થાય એની કાળજી લઈને યોગદાન આપવું જોઈએ. તેમણે વાવેલા છોડને રક્ષણ મળે અને 15 દિવસ સુધી જમીનનો ભેજ જળવાય એવા વૃક્ષ રક્ષક પિંજરાના વિકાસ માટે યુવા સાહસિક ઋત્વિજ પુરોહિતને અભિનંદન આપ્યાં હતાં અને જણાવ્યું હતું કે પ્રકૃતિને સાચવવાના પ્રયત્નો માં આ પ્રકારે ટેકનોલોજી નો સુચારુ વિનિયોગ સારા પરિણામો આપશે.

Tags:    

Similar News