વડોદરા : "કિરત કરો, વંડ છકો, નામ જપો, ઇશ્વર એક હે નાં સૂત્ર સાથે નીકળી ગુરૂ નાનકજીની શોભાયાત્રા

Update: 2018-11-18 07:21 GMT

ભજન કીર્તન સાથે નીકળેલી શોભાયાત્રા એ રાજમાર્ગો ઉપર જમાવ્યું આકર્ષણ.

સતનાંમ વાહે ગુરૂનાં નાદ થી ગુંજયા વડોદરા શહેર નાં રાજમાર્ગો.

આજે શીખ સમુદાયના ધર્મગુરુ ગુરૂનાનક સાહેબની ૫૫૦મી જન્મજયંતી પણ ઉજવવામાં આવી. ગુરૂનાનક જયંતિ નિમિત્તે વડોદરા સહિત રાજ્યના ગુરુદ્વારાઓમાં વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો છે તેમજ કથા કિર્તન-ગુરુ કા લંગરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગુરૂનાનક દેવજી શીખ ધર્મના સંસ્થાપક જ નહીં પરંતુ માનવ ધર્મના ઉત્થાપક પણ હતા. તેઓનો જન્મ કારતક પૂર્ણિમાના દિવસે ૧૪૬૯માં લાહોર નજીક ૪૦ કિલોમીટરે આવેલા તલવંડી ગામે થયો હતો.

ગુરુનાનક દેવજીનું જીવન તેમજ ધર્મ દર્શન યુગાંતકારી લોકચિંતન દર્શન હતાં. તેમણે સાંસારિક યથાર્થથી સંબંધ નહોતો તોડ્યો. તેઓ સંસારના ત્યાગ અને સંન્યાસના વિરોધી હતાં કેમકે તેઓ સહજ યોગના હામી હતાં. તેમનું માનવું હતું કે મનુષ્ય સંન્યાસ લઈને પોતાનું તેમજ લોક કલ્યાણ કરી શકે નહી જેટલો કે તે સ્વાભાવિક અને સહજ જીવનમાં રહીને કરી શકે છે. એટલા માટે તેમણે ગૃહસ્થ ત્યાગીને ગુઆઓ, જંગલોમાં બેસવાથી પ્રભુ પ્રાપ્તિ નથી થતી પરંતુ સંસારમાં રહીને માનવ સેવા કરવીએ શ્રેષ્ઠ ધર્મ ગણાવ્યો. 'नाम जपना, किरत करना, वंड छकना' સફળ ગૃહસ્થ જીવનનો મંત્ર આપ્યો

નાનકજીએ બધા જ ધર્મોને શ્રેષ્ઠ ગણાવ્યાં છે. જરૂરત છે ધર્મના સત્ય જ્ઞાનને આત્મસાત કરીને પોતાના વ્યવહારિક જીવનમાં લાવવાનું. ગુરુજીએ ધાર્મિક તેમજ સામાજીક વિષમતાઓ પર જોરદાર પ્રહાર કર્યો. તેમણે વાણીની અંદર હિંન્દુ અને મુસલમાન બંને માટે એકાત્મકતાના બીજ રોપ્યા. તેમનું માનવું હતું કે સંપુર્ણ સૃષ્ટીના ઈશ્વર એક જ છે. આપણે બધ અતો તેના બાળકો છીએ. આપણો ધર્મ એક છે. ગુરુજી સ્વયં પણ એકેશ્વરમાં પુર્ણ વિશ્વાસ રાખે છે. તેમનો દ્રષ્તિકોણ સમન્વયવાદી હતો.

તેઓ કહે છે- 'सबको ऊँचा आखिए/ नीच न दिसै कोई।'. ઉંચનીચનો ભેદભાવ દુર કરવા માટે ગુરુજીએ કહ્યું કે હું સ્વયં પણ ઉંચી જાતિ કહેનારાઓની સાથે નથી પરંતુ જેમને નીચી જાતિના કહેવામાં આવે છે તેમની સાથે છું.

ગુરુનાનક દેવજીનું વ્યક્તિત્વ તેમજ કૃતિત્વ જેટળું સરળ, સીધું અને સ્પષ્ટ છે કે તેનું અધ્યયન અને અનુસરણ પણ એટલું જ વ્યાવહારિક છે.

Tags:    

Similar News