વડોદરા : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં બેન્ક લોન મંજૂરી પત્ર વિતરણ સમારોહ યોજાયો...

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર રાજ્યમાં લોક દરબાર યોજી વ્યાજખોરોને શોધી કાઢી તેમની સામે તાત્કાલિક પગલાં ભરવા અને ભોગ બનનારને વ્યાજખોરોને ચુંગાલમાંથી છુટકારો અપાવવા અભિયાન હાથ ધર્યું હતું.

Update: 2023-02-20 13:55 GMT

સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેર જિલ્લામાં પણ વ્યાજખોરોનું દુષણ ચરમસીમાએ પહોંચ્યું હતું. જે બાબતની ફરિયાદો ગૃહ મંત્રી સુધી પહોંચતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર રાજ્યમાં લોક દરબાર યોજી વ્યાજખોરોને શોધી કાઢી તેમની સામે તાત્કાલિક પગલાં ભરવા અને ભોગ બનનારને વ્યાજખોરોને ચુંગાલમાંથી છુટકારો અપાવવા અભિયાન હાથ ધર્યું હતું.

Full View

જે અંતર્ગત લોકોને પગભર કરવા વડોદરા જિલ્લા પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પથારાવાળાથી લઈ લારી-ગલ્લા ધારકો તેમજ સખી મંડળોને પણ લોન આપવા નવતર અભિગમ અપનાવતા સંપૂર્ણ સફળ રહ્યો હતો. લોન મેળામાં સરકારી બેન્કોને મંડળીઓ દ્વારા 3 હજાર જેટલા લાભાર્થીઓને અંદાજે એક કરોડથી વધુની લોન મંજૂર થઈ હતી.

જે બેંક લોન મંજૂરી પત્ર વિતરણ કાર્યક્રમ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહી લાભાર્થીઓને લોન મંજૂરી પત્ર સુપ્રત કર્યા હતા. આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, સાંસદ રંજન ભટ્ટ સહિત રેન્જ આઈજી, ધારાસભ્યો, જિલ્લા કલેક્ટર અતુલ ગોર, શહેર અને જિલ્લા પોલીસ વડા ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News