વડોદરા: ટેમ્પો ખસેડવાનું કહેતા ટેમ્પો ચાલકે છરો બતાવી હુમલો કરવાની ચીમકી આપતા નવાપુરા પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી

વડી કચેરી ખંડેરાવ માર્કેટ પાસે ફ્રુટ બજાર આવેલું છે જેમાં નારીયલના વેપારીઓ દ્વારા વહેલી સવારે મોટા વાહનોમાં નારીયલનો મોટો જથ્થો ખાલી કરવામાં આવે છે

Update: 2024-01-04 09:53 GMT

વડોદરા મહાનગરપાલિકાના સફાઈ કામદાર દ્વારા સફાઈ પ્રક્રિયા દરમિયાન નડતરરૂપ ટેમ્પો ખસેડવાનું કહેતા ટેમ્પો ચાલકે છરો બતાવી હુમલો કરવાની ચીમકી આપતા નવાપુરા પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ પાસે ફ્રુટ બજાર આવેલું છે જેમાં નારીયલના વેપારીઓ દ્વારા વહેલી સવારે મોટા વાહનોમાં નારીયલનો મોટો જથ્થો ખાલી કરવામાં આવે છે તે દરમિયાન કેટલાક નાના ટેમ્પો ચાલકો દ્વારા રસ્તા પર જ ટેમ્પો પાર્ક કરીને નારીયલનો જથ્થો ભરવામાં આવતો હોય છે.સવારે પાલિકાના સફાઈ કામદાર પૂનમ સોલંકી દ્વારા વિસ્તારની સફાઈ કરવામાં આવતી હતી તે દરમિયાન નારિયેળનો જથ્થો લેવા આવેલા થ્રી વ્હીલર ટેમ્પો ચાલકને સફાઈ માટે ટેમ્પો ખસેડવા માટે જણાવ્યું હતું. આ દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા ટેમ્પો ચાલકે નારીયલ કાપવાના છરા વડે સફાઈ કામદારને માર મારવાની ધમકી આપી હતી સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી જે બાદ સફાઈ કર્મચારી પુનમભાઈ સોલંકી દ્વારા પાલિકાના અધિકારીઓની પરવાનગીથી છરો બતાવીને ધમકી આપનાર ટેમ્પો ચાલક વિરોધ નવાપુરા પોલીસ મથકે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

Tags:    

Similar News