વડોદરા: ભાજપના પદાધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો,મોટી સંખ્યામાં આગેવાનો રહ્યા ઉપસ્થિત

વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ સતિષ પટેલનું પુષ્પમાળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું

Update: 2023-10-02 08:28 GMT

વડોદરાના કરજણ ખાતે યોજાયો કાર્યક્રમ

કરમડી ખાતે ભાજપના આગેવાનોનો સન્માન સમારોહ યોજાયો

અનેક આગેવાનો રહ્યા ઉપસ્થિત

વડોદરા દૂધ ડેરીના અધ્યક્ષ, કરજણ તાલુકા પંચાયતના નવ નિયુક્ત અધ્યક્ષ, પાટીદાર સમાજના અધ્યક્ષનો સન્માન સમારોહ યોજાયો વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કરમડી ખાતે નવ નિયુક્ત કરજણ તાલુકા પંચાયતના ભાજપના પદાધિકારીઓ સહિત સમાજના અધ્યક્ષ અને વડોદરા જિલ્લા ડેરીના અધ્યક્ષનો સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે નવ નિયુક્ત અધ્યક્ષ, પાટીદાર સમાજના નવ નિયુક્ત અધ્યક્ષ સહિત વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ સતિષ પટેલનું પુષ્પમાળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.મિડીયા સમક્ષ નિવેદનમાં સતીષ પટેલે જણાવ્યું હતું કે સમાજના નવ નિયુક્ત અધ્યક્ષ અને સાથે સાથે તાલુકા પંચાયતના અઘ્યક્ષનો સન્માન સમારોહ યોજાયો હતો.આખા ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. પાટીદાર સમાજના નવ નિયુક્ત અધ્યક્ષને એક મોટી જવાબદારી મળી છે.સમાજને આગળ લઈ જવા તેઓ પ્રયાસો હાથ ધરશે.આ ગામ વર્ષોથી અમારી સાથે રહ્યું છે.આ ગામને વિકાસ માટે જ્યારે પણ જરૂર ઉભી થશે ત્યારે અમે આ ગામની પડખે ઉભા રહીશું.એવી તેઓએ બાંહેધરી આપી હતી. અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

Tags:    

Similar News