વડોદરા : દંત ચિકિત્સકો દ્વારા સ્વખર્ચે દંત સંગ્રહાલય તૈયાર કરાયું, દરવર્ષે 20 હજારથી વધુ લોકો કરે છે મુલાકાત

દંત ચિકિત્સક ડો.યોગેશ ચંદારાણા અને ડો.પ્રણવ એ પોતાના ખિસ્સામાંથી સારો એવો મોટો ખર્ચ કરી દેશનું એકમાત્ર દંત સંગ્રહલાય તૈયાર કરવામાં આવ્યું છે.

Update: 2022-05-10 07:48 GMT

વડોદરાના દંત ચિકિત્સક ડો.યોગેશ ચંદારાણા અને ડો.પ્રણવ એ પોતાના ખિસ્સામાંથી સારો એવો મોટો ખર્ચ કરી દેશનું એકમાત્ર દંત સંગ્રહલાય તૈયાર કરવામાં આવ્યું છે.

આરોગ્ય અને શરીરની જાળવણીમાં દાંતની ઘણી અગત્યતા છે. આ સંજોગોમાં વડોદરાના દંત ચિકિત્સક ડો.યોગેશ ચંદારાણા અને ડો.પ્રણવએ સ્વખર્ચ કરીને અને દુનિયામાં જ્યાંથી મળી ત્યાંથી દાંતને લગતી, ચિકિત્સાને લગતી, તેના ઇતિહાસ અને ભૂતકાળને લગતી, દાંતની કાળજીને લગતી સાધન સામગ્રી એકત્ર કરીને,અંદાજે 4 હજારથી વધુ નમૂનાઓ પ્રદર્શિત કરતું દંત જ્ઞાન સમૃદ્ધ સંગ્રહાલય બનાવ્યું છે. આ સંગ્રહાલય વડોદરાના જૂના પાદરા રોડ પર મલ્હાર પોઇન્ટ નજીક આવેલું .કદાચ ગુજરાતનું અને દેશનું આ એકમાત્ર ખાનગી દંત સંગ્રહાલય છે. શાળાઓ અને શિક્ષણ સંસ્થાઓ વિદ્યાર્થીઓને કોઈ પ્રવેશ ફી વગર વિનામૂલ્યે તે બતાવી શકે છે અને રસ ધરાવતા લોકો પણ એ રીતે એની મુલાકાત લઈ શકે છે.ડો.ચંદારાણા ડેન્ટલ મ્યુઝિયમનો સાતમા વર્ષમાં પ્રવેશ થયો છે. આ પ્રસંગે સ્થાપક ડો.યોગેશે જણાવ્યું કે, આ વર્ષો દરમિયાન 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ અને જીજ્ઞાસુઓએ આ સંગ્રહાલય નિહાળ્યું છે.

સાથે ડો.પ્રણવે જણાવ્યુ હતું કે દાંતને લગતો અમારા મ્યુઝિયમનો ખજાનો 'ખાનગી વ્યક્તિની માલિકીનો એશિયાનો સૌથી મોટો સંગ્રહ' હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું છે. અને ટૂંક સમયમાં નામાંકીત સંસ્થાઓ દ્વારા આ હકીકત પ્રમાણિત કરવામાં આવે એવો અમારો પ્રયત્ન છે. આ તમામ પાસાઓની ખૂબ વિસ્તૃત જાણકારી આ સંગ્રહાલયમાં સાહિત્ય અને એકઝીબિટ્સ રૂપે પ્રદર્શિત છે.

Tags:    

Similar News