વડોદરા: કેબલ નાખવાના બહાને બીએસએનએલના કોપરના કેબલ વાયરોની ચોરી કરનાર ટોળકી ઝડપાય

કેબલ નાખવાના બહાને BSNLના કોપરના કેબલ વાયરોની ચોરી કરનાર ટોળકીને કારેલીબાગ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Update: 2023-10-22 07:14 GMT

વડોદરામાં કેબલ નાખવાના બહાને બીએસએનએલના કોપરના કેબલ વાયરોની ચોરી કરનાર ટોળકીને કારેલીબાગ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરામાં કેબલ નાખવાના બહાને બીએસએનએલના કોપરના કેબલ વાયરોની ચોરી કરનાર ટોળકીને કારેલીબાગ પોલીસે ઝડપી લીધી છે અને કોપર વાયરો મળી એક કરોડ ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પોલીસે આ મામલે વડોદરા ના ત્રણ મળી ને કુલ 8 લોકો ની ધરપકડ કરી હતી.સમગ્ર મામલામાં પોલીસનું માનીયે તો આ ટોળકી પોતે કંપનીનો કોન્ટ્રાક લીધેલાનો દેખાવ કરતી હતી અને જ્યા અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી ચાલતી હોય ત્યાં આ ટોળકી દોડી જતી અને કોઈને શંકા ના જાય તે માટે નાઈટ જેકેટ પહેરી લાઈટ બેટન ચાલુ રાખીને ટ્રાફીક ડાયવર્ત કરી નાખતા હતા.ટ્રાફીક ડ્રાયવર્ટ થઈ ગયા પછી આ ટોળકી ટેમ્પો , જેસીબી અને ક્રેનનો ઉપયોગ કરી અંડર ગ્રાઉન્ડ કેબલના વાયરો ખેચી તેના ટુકડા કરી નાખતા હતા, અને મોકો મળતાં આ કોપર કેબલ ટુકડા ટેમ્પામાં ભરી પલાયન થઈ જતાં હતાં આવીજ એક ઘટના ને અંજામ આપવા જતા આ ટોળકી કારેલીબાગ વિસ્તાર માંથી ઝડપાઈ ગઈ છે જેમાં ગૂજરાત, રાજ્સ્થાન, બિહાર, ઉતર પ્રદેશ અને દિલ્હી ના લોકો સામેલ છે.પોલીસે આ મામલે પ્રિતેશ વણઝારા, રાજકુમાર રાય, નટુ વણઝારા, શૈલેષ ગુર્જ્જર, મહેશ ગુર્જર, ઈલેશ નિહરતા, અનિલ ગરાસીયા અને આશિષ સિંહ મળી ને 8 એરોપીઓ ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે

Tags:    

Similar News