વડોદરા : વિજય સંકલ્પ યાત્રા સાથે વાઘોડિયાથી મધુ શ્રીવાસ્તવે ભર્યું અપક્ષથી નામાંકન.!

વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપર છેલ્લી 6 ટર્મથી ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ જંગી બહુમતી સાથે જીત મેળવી રહ્યા હતા.

Update: 2022-11-17 10:10 GMT

વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભાની બેઠક પરથી 6 વખત વિજય થનાર મધુ શ્રીવાસ્તવને હવે ભાજપમાંથી ટીકીટ નહીં મળતા તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, ત્યારે આજે વાઘોડિયા બજારમાં મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે મધુ શ્રીવાસ્તવ વિજય સંકલ્પ યાત્રા યોજી નામાંકન ભરવા પ્રાંત કચેરીએ પહોચ્યા હતા.

વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપર છેલ્લી 6 ટર્મથી ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ જંગી બહુમતી સાથે જીત મેળવી રહ્યા હતા. જોકે, આ વખતે ભાજપ પક્ષે તેઓને ટિકિટ નહીં આપતા મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી 1995માં અપક્ષ ઉમેદવાર કરનાર મધુ શ્રીવાસ્તવ ત્યારબાદ ભાજપમાં જોડાયા હતા. ભાજપના મેન્ટેડ પરથી વાઘોડિયા વિધાનસભા બેઠક પર ચૂંટણી લડતા આવ્યા અને જીત મેળવતા ગયા. જોકે, હવે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવને ભાજપ તરફથી ટીકીટ નહીં મળતા તેમણે બળવો પોકાર્યો છે. મધુ શ્રીવાસ્તવને ભાજપ પક્ષ તરફથી સમજાવવાના પણ પ્રયાસ થયા હતા. પણ જીદે ચઢેલ મધુ શ્રીવાસ્તવે પોતાને એક તક આપવાની માંગણી મુકી ગત ગુરુવારે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી, ત્યારે આજે વાઘોડિયા બજાર વિસ્તારમાં મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે મધુ શ્રીવાસ્તવે વિજય સંકલ્પ યાત્રા યોજી નામાંકન ભરવા પ્રાંત કચેરીએ પહોચ્યા હતા. ત્યારબાદ મધુ શ્રીવાસ્તવે પોતાના સમર્થકો સમક્ષ તેજાબી સંબોધન પણ કર્યું હતું.

Tags:    

Similar News