વડોદરા : પુત્રની સારવાર માટે ગરીબ મા-બાપ પાસે ન હતાં પૈસા, આખરે કામ લાગ્યું કોર્પોરેશન

સરકારો તરફથી મુકવામાં આવતી યોજનાઓનો લાભ લેવામાં આવે તો જીવનની અનેક સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે. વડોદરાના દેશમુખ પરિવાર માટે આ વાત સો ટકા સાચી સાબિત થઇ છે

Update: 2022-01-22 07:52 GMT

સરકારો તરફથી મુકવામાં આવતી યોજનાઓનો લાભ લેવામાં આવે તો જીવનની અનેક સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે. વડોદરાના દેશમુખ પરિવાર માટે આ વાત સો ટકા સાચી સાબિત થઇ છે....

વડોદરાના મદનઝાંપા રોડ ખાતેના શ્યામદાસ ફળિયામાં રહેતા અને મજુરી કામ કરી ગુજરાન ચલાવતા વિનોદ દેશમુખનું જીવન ગરીબાઇમાં પસાર થઇ રહયું છે. આખો દિવસની મહેનત અને મજુરી બાદ માંડ બે છેડા ભેગા થતાં હોય છે. વિનોદભાઇને તેમના પુત્ર તુષાર પાસે મોટી આશા અને અપેક્ષા હતી પણ કુદરતને કઇ ઓર જ પસંદ હતું. તુષાર બાઇક લઇને પસાર થઇ રહયો હતો ત્યારે તેને અન્ય બાઇક સાથે અકસ્માત થયો જેમાં તુષારને પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તેના જમણા પગમાં અનેક ફ્રેકચર થઇ ગયાં. તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો તો તબીબે 9 ઓપરેશન કરવા પડશે અને તેનો ખર્ચ 3 લાખ રૂપિયા થશે તેમ જણાવ્યું.

ગરીબ અને આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે હવે શું કરવું અને ઓપરેશન માટેના રૂપિયા ક્યાંથી લાવવા તે મુસીબત પહાડ સમી બની જતા તબીબે વિકલ્પ આપી જણાવ્યું હતું કે, આયુષ્યમાન કાર્ડના આધારે તુષારનું ઓપરેશન થઈ જશે. માતા-પિતાને વિકલ્પ તો મળ્યો પણ સમસ્યાઓ હજી બાકી હતી. તુષારની ફિંગર પ્રિન્ટ આધારકાર્ડમાં મેચ થતી ન હતી. આધારકાર્ડ અપડેટ કરાવવા માટે લાચાર મા- બાપ દર્દથી કણસતા દીકરાને લોડીંગ રીકશામાં લઇ એક સેન્ટરથી બીજા સેન્ટર ભટકતાં રહયાં આખરે આ બાબતની જાણ વડોદરા મહાનગરપાલિકાના વસતી ગણતરી અધિકારી સમીક જોશીને થતાં તેઓએ તુરંત તે પરિવારનો સંપર્ક કર્યો હતો. તેઓ પોતાની ટીમ અને બાયોમેટ્રિક સિસ્ટમ સાથે ઇજાગ્રસ્ત યુવકના ઘરે પહોંચ્યા હતા. અને માત્ર એક કલાકમાં યુવકની બાયોમેટ્રીક ફિંગર પ્રિન્ટ લઈ આધારકાર્ડને અપડેટ કરી આપ્યું હતું. સમીક જોશીએ ભલે તેમની રૂટીન કામગીરી કરી હોય પણ દેશમુખ પરિવાર માટે તો તે એક આર્શીવાદથી ઓછી નથી.

Tags:    

Similar News