તાલુકામાં વીજ ચેકીંગને પગલે ફફડાટ.
કુલ ૧૧૩ વીજ મીટરોમાં ગેર રીતિ ઝડપાતા રૂપિયા ૨૦.૭૭ લાખનો દંડ ફકારાયો.
વાલિયા તાલુકાના વિવિધ ગામોમાં આજરોજ વહેલી સવારે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ ચેકીંગ હાથ ધરાતા ગેરરીતિ આચરનાર વપરાશ કર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
શુક્રવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ૬૦ જેટલી ટિમો દ્વારા વાલિયા તાલુકાના વાગલખોડ,ગુંદિયા અને મીરાપોર,પઠાર ફીડર પર આવેલ જબુગામ, મોતીપરા, નવાપરા અને કદવાલી, સેવડ, ઈટકલા, પિઠોર, વાગલખોડ સહીત આશરે ૪૦ ગામોમાં વહેલી સવારે વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં વીજ કંપનીની ૬૦ ટીમોએ તાલુકાના ૪૦ ગામમાં કુલ ૧૨૪૭ વીજ મીટરોને ચેક કર્યા હતા.જેમાંથી ૧૧૩ મીટરોમાં ગેરરીતિ ઝડપાઈ હતી.