વલસાડ : પોલીસની સઘન વોચ હોવાથી બુટલેગરે હોડીમાં મંગાવ્યો દારૂ, જુઓ પછી શું થયું

Update: 2020-10-30 11:45 GMT

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સૌથી વધારે દારૂનું વેચાણ ગુજરાતમાં થાય છે. રાજયમાં ઘુસાડાતો દારૂ અટકાવવા પોલીસે વિવિધ નાકાઓ પર સઘન ચેકીંગ શરૂ કરી દીધું છે ત્યારે બુટલેગરોએ હવે દરિયાઇ માર્ગે દારૂ ઘુસાડવાની શરૂઆત કરી છે.

ગુજરાતમાં દારૂબંધી હોય તે સમયે જો સંઘ પ્રદેશ દમણ સેલવાસથી કે અન્ય રાજ્યમાંથી દારૂ ગુજરાતમાં આવતો હોય તો ગુજરાત પોલીસ તેને અટકાવવા અને દારૂ પકડવા પ્રયાસો કરતી હોય છે. ત્યારે ગુજરાત પોલીસથી બચવા અને દારૂ ગુજરાતમાં પહોંચાડવા બુટલેગરો અવનવા નુખસા અને અલગ અલગ રસ્તાઓ અપનાવતા હોય છે. હવે પોલીસે રસ્તા પર ચેકપોસ્ટ ઉભી કરી નાકાબંધી કરી છે ત્યારે દરિયાઇ માર્ગે બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘૂસાડી રહ્યા છે. ઔરંગા નદીના કિનારે દરિયાઈ માર્ગે આવેલા 3600 બોટલ દારૂ સાથે એકને ઝડપી પાડવામાં આવ્યો છે.

બુટલેગરોના મનસૂબા પર પણ વલસાડ જિલ્લા એલસીબી પોલીસે પાણી ફેરવી દીધું છે. ગત મોડી રાતે ઔરંગા નદીના કિનારે ભદેલી નજીક બોટમાં આવેલો દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસ મોડી સાંજથી દારૂનો મોટો જથ્થો આવવાનો હોવાથી વોચમાં બેઠી હતી. ત્યારે દરિયાઈ માર્ગે આવેલો દારૂનો મોટો જથ્થો પોલીસે ઝડપ્યો છે. પોલીસના હાથે ઝડપાયેલા દારૂના જથ્થામાં 3600 બોટલ દારૂ મળી આવ્યો છે જેની કિંમત 2,76, 200 હોવાનું સામે આવ્યું છે. પોલીસે એક આરોપીની પણ ધરપકડ કરી છે. આમ રાજ્યમાં ચૂંટણી હોય ત્યારે દારૂબંધી હોય અને બોર્ડર ગુજરાતે શીલ કરી છે ત્યારે દરિયાઈ માર્ગે આવતા દારૂ પર પણ પોલીસની લાલ આંખ છે.

Tags:    

Similar News