અમદાવાદ : સી.આર.પાટીલે કાર્યકરોને ચઢાવ્યો પાનો, પક્ષ વિરોધી કામ કરશે તેની પાટાપીંડી અને જરૂર પડે ઓપરેશન પણ કરી નાંખીશું

Update: 2020-09-04 10:16 GMT

ઉત્તર ગુજરાતના પ્રવાસે ગયેલાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહયું કે કોઇ પણ પક્ષ વિરોધી પ્રવૃતિ કરશે તો તેની પાટાપીંડી કરાશે અને જરૂર પડયે તેનું ઓપરેશન પણ કરી નાંખવામાં આવશે. પ્રદેશ પ્રમુખની આ વાતને કાર્યકરોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી છે. 

ગુજરાતમાં હાલ રાજકારણમાં ઉલટફેર જોવા મળી રહ્યા છે. ભાજપના નવા વરાયેલા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એક પછી એક મોટા નિર્ણયો લઈ રહ્યા છે. ત્યારે તેમનું એક પાટાપીંડીવાળા નિવેદને ભાજપના કાર્યકર્તાઓમાં ચર્ચા જગાવી છે. કાર્યકરોને સંબોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપનો કોઇ નેતા ટીકીટ માટે ભલામણ કરતો નથી તેથી કાર્યકરોએ તેમના સમર્થનમાં જુથ બનાવવાની જરૂર નથી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તમારા વિસ્તારમાં કોઇ સમસ્યા હોય કે પ્રશ્ન હોય તે બંધ કવરમાં મારી ઓફીસમાં મોકલાવજો. અને પછી જો કોઇ જવાબદાર હશે તો પહેલાં તેની પાટાપીંડી કરીશું અને વધુ જરૂર પડશે તો તેનું ઓપરેશન પણ કરી નાંખીશું. સી.આર.પાટીલની આ વાતે કાર્યકરોમાં નવા પ્રાણ ફુંકયા હોય તેમ તેમની વાતને તાળીઓના ગડગટાડ સાથે વધાવી લેવામાં આવી હતી. દેશમાં એકબાજુ સતત કોરોનાનું સંક્રમણ વધું રહ્યું છે તો બીજી બાજુ નેતાઓ સતત કોવિડની ગાઇડલાઇનનો ભંગ કરતા જોવા મળે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ડીસામાં સીઆર પાટીલની સભામાં સામાજીક અંતરના ધજાગરા ઉડતા જોવા મળ્યાં હતાં.

Tags:    

Similar News