પુનાવાડા- રાજસ્થાન તરફથી વિદેશી દારૂ લઈ આવતી મોટર સાઈકલ પકડી પાડી ગણનાપાત્ર કેસ કરતી મહિસાગર ક્રાઈમબ્રાન્ચ

Update: 2019-06-11 13:45 GMT

મહિસાગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રીમતી ઉષા રાડાની સૂચના અને માર્ગદર્શન આધારે પોલીસ સબ ઈન્સપેકટર એચ.એન પટેલ એલ.સી.બી મહિસાગર-લુણાવાડાની સૂચના આધારે એલ.સી.બી સ્ટાફના અ.હે.કો ભવાનસીંહ, અ.હે.કો. ક્રિષ્ણાકુમાર, અ.પો.કો નરેશભાઇ, અ.પો.કો વિક્રમસિંહ એ રીતેના પોલીસ માણસો ડીટવાસ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.

તે દરમ્યાન પોલીસ સબ ઇન્સપેકટર એચ.એન પટેલને અંગત બાતમીદારથી બાતમી મળેલ હતી કે રાજસ્થાનના ઢૂઢરીયા ગામ તરફથી ડીટવાસ તરફ એક મો.સા.ગાડી નંબર આર.જે. ૧૨.એસ.યુ.૫૧૨૮ દારૂ ભરી ડીટવાસ થઈ કડાણા તરફ જનાર છે. તેવી બાતમીના આધારે પતરાના પાટીયા ત્રણ રસ્તા પાસે નાકાબંધી કરી હતી દરમ્યાન સદર બાતમીવાળી બાઇક આવતા ખાનગી વાહન દ્વારા આડશ કરીને ઉભી રાખેલ અને સદર મો.સા. ઉપર બે ઈસમો સવાર હતા અને વચ્ચે બે પોટલા મુકી આવતા તે જોતા ભારતીય બનાવટનો વિદેશી દારુ મળી આવ્યો હતો અને આ ઇસમોના નામ-ઠામ પૂછતા તે પોતાનું નામ (૧) હીમ્મતસિંહ સરદારભાઇ ખાંટ રહે- પુનાવાડા ખચેલી ફળીયુ, તા-ચીખલી,જી-ડુંગરપુર (રાજસ્થાન) તથા (૨) જ્યંતિભાઇ શનાભાઇ રાવળ રહે- બચકરીયા રાવળ ફળીયુ તા-કડાણા જી- મહિસાગરનો તેમજ તેની પાસેના પોટલા જોતા ઇગ્લીશ દારૂની નાની મોટી બોટલ નંગ ૫૫૨ મળી આવી હતી જેની કુલ કિમત રૂ. ૨૮,૮૦૦/ તથા મો.સા.ગાડીની કિમત રૂ.૨૫,૦૦૦/- મળી કૂલ રૂ. ૫૩,૮૦૦ /- નો મુદ્દામાલ બીન અધીકૃત રાખી પોલીસ નાકાબંધી દરમ્યાન પકડાઈ જઈ ગુન્‍હો કરેલ હોય તેના વિરુધ્‍ધ ડીટવાસ પો.સ્ટે. ગુનો નોંધી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Tags:    

Similar News