ભરૂચ : તંત્રની બેદરકારીના પગલે સ્મશાનમાં લાગી અગ્નિદાહ માટે કતાર,સર્જાઇ કરૂણાંતિકા

Update: 2019-08-13 15:35 GMT

સામાન્ય રીતે જયારે કોઇ સ્વજનનું મૃત્યું થાય ત્યારે તેના પરિવારજનો અસહ્ય વેદના અનુભવે છે. પણ જેનો જન્મ છે તેનું મોત નિશ્ચિત છે ના સનાતન સત્યને સ્વીકારી મૃતકના મોતનો મલાજો જાળવી તેને પુષ્પો થી શણગારી રીતરિવાજોનું પાલન કરી જયારે તેને પંચમહાભૂતમાં વિલિન કરવા (અગ્નિદાહ) માટે સ્મશાને લઈ પહોંચે છે ત્યારે તેમાં પણ “આપ કતાર મૈં હો” ના સંવાદે કરૂણાંતિકાનું સર્જન થાય છે.

અંતિમ સંસ્કાર અથવા અંત્યેષ્ઠીક્રિયા હિંન્દુઓના પ્રમુખ સંસ્કારોમાંથી એક છે. હિંદુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે મૃત્યુ બાદ અગ્નિદાહ અપાય તો તે શરીરના અગ્નિદાહથી આત્મા મોક્ષના માર્ગ પર પ્રગતી કરે છે. શાસ્ત્રો મુજબ જયાં સુધી મૃત શરીરના અંતિમ સંસ્કાર કરવામાં નથી આવતા ત્યાં સુધી આત્મા એ મૃત શરીરની આસપાસ વાયુમંડળમાં જ ભટકતો રહે છે અને તેને મોક્ષ નથી મળતો.

૧૯૯૬થી ભરૂચની સામાજીક ફરજ સમજતી સંસ્થા રોટરી કલબે ભરૂચ ના પવિત્ર દશાશ્વમેઘ ઘાટે “શાંતિવન” સ્મશાન રૂપિયા ૭૨ લાખના ખર્ચે બનાવી નગરપાલિકાને અર્પિત કર્યું છે. એટલું જ નહીં આજદિન સુધી તેના સંચાલન માટે પણ રખાયેલા માણસનો પગાર આ સંસ્થા જ ચૂકવે છે. પરંતુ પાલિકાની ઉદાસિનતાના કારણે કોઇ ધ્યાન ન અપાતા ઘણાં લાંબા સમયથી અંત્યેષ્ઠી માટે રખાયેલ ગેસ ફર્નેશ પણ બંધ હોય આખરે મૃત્યુબાદ પણ મૃતદેહને અગ્નિદાહ અને મોક્ષ માટે રાહ જોઇ કતારમાં ખડકી દેવાતા સ્વજનોની આંખમાંથી આંસુ સરતા જોવા મળ્યા હતા.

આ ઘટના અંગે સ્વજનો દ્વારા રડમસ ચહેરે ફરિયાદ કરાઇ હતી કે એક તરફ ગેસ ફર્નેશ પણ લાંભા સમયથી બંધ છે.અને ચોમાસાના કારણે લાક્ડા ભીના હોવાથી ચિતા ઉપર મૃતદેહોને બલતા વાર લાગે છે. પણ અન્ય ચિતાઓ વધારવા પાલિકામાં લેખીત અને મૌખિક રજૂઆતો કરાતા પાલિકાએ સર્વે તો કરી લીધું છે પરંતુ તેનું અમલીકરણ કરી નવી ચિતાઓ બનવાઇ નથી.જેના કારણે આજે સ્વજનોના મોક્ષ માટે પણ કતાર લગાવવી પડી રહી છે.જે ખરેખર ખુબ જ દુ:ખની બાબત છે.

ઉલ્લેખનીય છે કે, સ્વજનો દ્વારા મોતનો મલાજો જાળવી પોતાના અતિ પ્રિય સ્વજનને મોક્ષ મળે તેવા આશયથી તેના મૃતદેહને પુષ્પાદિત કરી અંતિમ ક્રિયા માટે લઈ તો જવાય છે પણ તંત્રની ઉદાસિનતાના પગલે મૃત્યુ બાદ પણ અગ્નિદાહ થકી મોક્ષ માટે મૃતદેહને કતારમાં રહી રાહ જોવાનો વારો આવે છે તે ખરેખર ખુબજ દુ:ખની અને નિંદનિય બાબત છે.

Tags:    

Similar News