રાજકોટ : ખેડૂતોના માથે ફરી આભ ફાટ્યું, વરસાદ પડતાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રહેલી જણસોને નુકશાન

Update: 2020-04-27 14:58 GMT

રાજકોટ જિલ્લામાં ગત રવિવારના રોજ

કમોસમી વરસાદ વરસ્યો હતો, ત્યારે ગોંડલ ખાતે માર્કેટિંગ યાર્ડમાં

ખુલ્લામાં રહેલી જણસો પલળી જતાં ખેડૂતોના માથે ફરી આભ ફાટ્યું છે.

રાજકોટ જિલ્લાના ગોંડલ પંથક તેમજ જામકંડોરણાં વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો

હતો. ગોંડલ તાલુકાના કોલીથડ અને લુણીવાવ ગામે વરસાદ સાથે કરા પણ પડ્યા હતા. કમોસમી વરસાદન

કારણે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં

ખુલ્લામાં રાખવામાં આવેલી જુદી જુદી જણસો પલળી જતા ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વારો

આવ્યો છે. જેમાં ઘઉં, મગફળી તેમજ

ધાણાની જણસો પલળી ગઈ હોવાનું સામે આવ્યું

છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના કારણે હજુ ગત અઠવાડિયેથી જ

રાજકોટ જિલ્લાની અલગ અલગ માર્કેટિંગ યાર્ડમાં હરાજીની પ્રક્રિયા શરૂ

કરવામાં આવી હતી, ત્યારે કમોસમી

વરસાદ પડતાં ખેડૂતોના માથે ફરી એકવાર આભ ફાટ્યું છે.

Tags:    

Similar News