રાજકોટના ક્રિકેટ પ્રેમીની અનોખી ઓફર

Update: 2017-06-18 12:40 GMT

રાજકોટના સીઝન સ્ટોરના વેપારી દ્વારા ભારત પાકિસ્તાન હાઈવોલ્ટેજ મેચને લઈને ઓફર મુકવામાં આવી છે.

રાજકોટના એસ્ટ્રોન ચોક પાસે આવેલ નવરંગ સીઝન સ્ટોર દ્વારા મેચને લઈ એક ઓફર આપવામાં આવી છે. જેમાં એડવાન્સમાં ફટાકડાની ખરીદી કરવાની ઓફર આપવામાં આવી છે. જો ભારત હારે તો ફટાકડા પરત લેવામાં આવશે તેવી ખાત્રી પણ આપવામાં આવી છે.આ સ્કીમને લોકોએ વધાવી લીધી છે,અને ભારતનો પાકિસ્તાન સામે વિજય નિશ્ચિત હોવાના આત્મવિશ્વાસ સાથે લોકોએ ફટાકડાની ખરીદી પણ કરી લીધી છે.

 

Similar News