વરણામાં ખાતે 14 લાખની ભારતિય ચલણી નોટો સાથે ૧ ઝડપાયો : ૩ ફરાર

Update: 2018-07-08 11:42 GMT

વરણામા પોલીસ સ્ટેશનના psi એચ. પી. પરમાર તથા વરણામા પોલીસ સ્ટેશનના ડી. સ્ટાફના પોલીસ જવાનો રાત્રી કેલનપૂર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં. તે દરમિયાન એક મારૂતિ સ્વીફ્ટ સફેદ કલરની શંકાસ્પદ હાલતમાં તેમજ પાસીંગ નંબર વગરની કાર રતનપુર ગામ વડદલા જવાના રસ્તા કાચા રસ્તા ઉપર વર્નન મુજબની કાર ઉભેલી જોતા ડી.સ્ટાફના જવાન સ્વીફ્ટ ગાડીમાં તપાસ કરતા ગાડીમાં એક ઇસમ બેઠેલ દેખાયો હતો.

પોલીસે આ ઈસમનું નામ પૂછતાં તેણે પોતાનું નામ સુભાષસિંહ ઉર્ફે બંટી સંતોષસિંહ રાજપૂત (ઉ.વર્ષ.૨૮,રહે, ગોપી વિહાર કોલોની ઠીકરી) જણાવ્યું હતું. પોલીસે શંકાના અઘારે તેની કારની જડતી કરતા તેમાંથી વિમલ ગુટખાના કુલ ત્રણ વજનદાર થેલા હતા. જેને બહાર કાઢી અંદર જોતા ભારતીય ચલણી નોટો રૂપિયા ૨૦ તથા રૂપિયા૧૦ દરની તથા રૂપિયા ૫૦ તથા રૂપિયા ૧૦૦ની અલગ-અલગ મળી કુલ રોકડા રૂપિયા૧૪,૦૦,૦૦૦/- તથા ૭ નંગ મોબાઈલ જેની કિંમત ૧૭,૦૦૦/-, ગાડી કિંમત ૫૦૦૦૦૦/- મળી કુલ કિંમત ૧૯,૧૭,૨૦૦/-નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ કાર માં બેઠેલા ઈસમો કુલ ૪ લોકો હતા. અને બીજા ભાગી જવામાં સફળ થયા હતા. અને આટલી મોટી ભારતીય ચલણી નોટો આ ઇસમો અહીં શા માટે લાવ્યા હશે?અને તેમની સાથે બેઠેલા બીજા ઈસમ કોણ હતા? તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ઘટના અંગે વરણામા પોલીસ સ્ટેશનના psi એચ.પી.પરમારે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, બહારથી બીજા ઈસમો રૂપિયા ૨૦૦૦/- ના દરની તથા રૂપિયા ૫૦૦/-ના દરની ચલણી નોટો લઈને આવ્યા હતા. અને ૧ લાખ રૂપિયાએ રૂપિયા ૫૦૦૦/-કમિશન રૂપે આપવામાં આવતા હતા. કાઅમાં સવાર બીજા ઈસમો પાસે રહેલ રૂપિયા ૨૦૦૦ના ૫૦૦ના દરની નોટો અસલી હતી ? કે ડુપ્લીકેટ તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે.

હાલ તો ઝડપાયેલા આરોપી વિરૂધ કાર્યવાહી આરંભી પોલીસે તેના રિમાંડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Tags:    

Similar News