વાગરા: કેસવાણ-અંભેલની સીમમાં ૪ ખેડૂતોએ પરવાનગી વિના પાઇપ લાઇન નાંખતી IOCL કંપની વિરુદ્ધ કરી પોલીસ ફરિયાદ

Update: 2019-12-14 12:21 GMT

વાગરા તાલુકામાંથી IOCL કંપની દ્ધારા પાઇપ લાઇન નાંખવાની કામગીરી આરંભી છે.જે સામે જગતના તાતે વિરોધ

નોંધાવતા જિલ્લા સમાહર્તાએ ખેડૂતોની અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની તાકીદની મિટિંગ

ગોઠવી હતી.જેમાં કંપની અધિકારીઓ હાજર જ ના રહેતા કલેકટરે સોમવારે ફરી વખત હાજર

રહેવા ફરમાન જારી કર્યું હતુ.જો કે  ખેડૂતોએ

ગેરકાયદે ખેતરમાં પ્રવેશવા બદલ IOCL કંપની

સામે પોલીસ ફરિયાદ નોંધાવતા ભારે ચકચાર મચી જવા પામી છે.

વાગરા તાલુકાના ખેડૂતો સાથે છેલ્લા કેટલાક વર્ષોમાં પાઇપ લાઇન નાંખવાના મુદ્દે

અનેકવાર ઓ.એન.જી.સી. અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સાથે નુકશાની વળતર મામલે ઘર્ષણ ના

બનાવો નોંધાયા છે.તેમ છતાં સેન્ટ્રલ ગવરર્મેન્ટની કંપનીઓ હજુ પણ કંઈ બોધપાઠ ગ્રહણ

કરવા તૈયાર નથી.જેને પગલે ખેડૂતોને ખૂબ જ સહન કરવાનો વારો આવે છે. વાગરાના કેશવાણ

અને અંભેલ ગામની સીમમાં પાઇપ લાઇન નાંખવાની ઘટના પ્રકાશમાં આવી છે.જેની સામે

ખેડૂતોનો વિરોધ ચરમ સીમાએ પહોંચ્યો છે.ખેડૂતોએ પોતાના ખેતરમાં મંજૂરી વિના પ્રવેશ કરવા

સામે વાગરા પોલીસ મથકે ફરિયાદ આપી હોવા છતાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્ધારા કામ

ચાલુ રાખવામાં આવ્યુ હતું.

આ બાબતે ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રમુખ અજીતસિંહ રાજે કલેકટર સુધી ફરિયાદ

કરી હતી.ખેડૂતોની ફરિયાદને ધ્યાને લઇ જિલ્લા સમાહર્તાએ ગુરુવારના રોજ એક મિટિંગ

નું આયોજન કર્યું હતુ.જેમાં પણ IOCL ના અધિકારીઓ હાજર નહીં રહેતા કલેકટરે સોમવારના રોજ કંપની અધિકારીને ફરી વાર

હાજર રહેવાનું ફરમાન જારી કર્યું હતુ.એક બાજુ અધિક કલેકટરને IOCL ના

ઉપરી અધિકારીએ કામ બંધ હોવાનું જણાવી કામ ચાલુ રાખતા ખેડૂતોનો પારો આસમાને પહોંચી

ગયો હતો.ગતરોજ ખેતરમાં પાઇપ લાઈનનું કામ કરાવતા પ્રોજેકટ એન્જીનીઅર અજિતકુમાર સાથે

ખેડૂતોની ચકમક ઝરતા એક તબક્કે વાતાવરણ ગરમાઈ ગયુ હતુ.કામ કરવા અંગેની ખેડૂતોએ

મંજૂરી આપી છે કે કેમ....??? તે

અંગેનો પ્રશ્ન પૂછતાં એન્જીનયર કોઈજ જવાબ આપી શક્યા ન હતા.

બીજી તરફ મામલો બીચકે એ પહેલાં પોલીસ સ્થળ પર આવી જતા ઘર્ષણ થતા અટકી ગયો

હતો.ગિન્નાયેલા ખેડૂતોએ કામ કરી રહેલા જે.સી.બી. અને મશીનનરીને પોતાના ખેતરમાંથી

બહાર કઢાવ્યા હતા.ખેતરમાં ગેરકાયદે પ્રવેશ કરવા સામે બે એકસ આર્મી મેન સહિત કુલ

ચાર ખેડૂતોએ વાગરા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવતા IOCL ના

જવાબદાર કર્મીઓ અને કોન્ટ્રાક્ટરમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.ફરિયાદ બાબતે વાગરા પોલીસ

કેવા પગલાં લે છે,એ જોવુ રહ્યુ.

અત્રે ઉલ્લેખનીય છે કે IOCL ૧૪ વર્ષ પહેલાં નાંખેલી પાઇપ લાઇનનું જમીન વળતર ખેડૂતોને ચુકવ્યુ નથી.અને 7/12 માં બીજા હકમાં વપરાશી હક દાખલ કરી દીધો છે.અને પુનઃ કોઈપણ જાતના પાક

નુકશાનીનું વળતર તેમજ ખેતરનો પંચ કેસ કર્યા વિના પાઇપ લાઈનનું કામકાજ શરૂ કરતા

ખેડૂતો રોષે ભરાયા હતા.તો બીજી તરફ જ્યાં લાઇન નાંખવામાં આવી રહી છે,એમાં કેટલાક નવા સર્વે નંબર નો સમાવેશ

થયા ની માહિતી સાંપડી છે.તેવા ટાણે પાઇપ લાઇન ક્યા નિયમોને આધારે નંખાઈ રહી છે એ

ખેડૂતની સમજ ની બહાર છે.આ અંગે ની વધુ જાણકારી iocl ના જવાબદાર અધિકારીઓ જ આપી શકે તેમ છે.જો કે ભોળા ભાળા ખેડતો સામે ઇન્ડિયન ઓઇલ

કોર્પોરેશનના કર્મીઓ પોતે સેન્ટ્રલ ગવર્મેન્ટ ના અધિકારી હોવાનો રોફ છાંટતા નજરે

પડયા હતા.આવા કર્મીઓ ખેડૂતોને ખરેખર સાચી માહિતી પૂરી કઈ રીતે પાડે???અને ખેડૂત હિતમાં શું વાત કરે?? એવા અનેક સવાલો ખેડૂતોમાં ચર્ચાતા જોવા મળ્યા હતા.જો

ખેડૂતોને ન્યાય નહિ મળે તો ભારતીય કિસાન સંઘ છેવટ સુધી લડી લેશેની ચીમકી જિલ્લા

પ્રમુખ અજીતસિંહ રાજે ઉચ્ચારી હતી

Tags:    

Similar News