વાગરાના મોસમ ગામના મહિલા સરપંચ લાંચ લેતા ઝડપાયા

Update: 2016-10-15 05:55 GMT

શૌચાલય બનાવતા કોન્ટ્રાકટર પાસેથી 5000 રૂપિયાની લાંચ પેટની રકમ સ્વીકારવા જતા ACBના છટકામાં ભેરવાયા

ભરૂચ જીલ્લા વાગરા તાલુકાના મોસમ ગામ ખાતે કુલ 70 શૌચાલયો બનાવવાની સામે એક શૌચાલય પેટે રૂપિયા 500 લેખે કુલ રૂપિયા 35000ની લાંચ ગામના મહિલા સરપંચ હંસાબેન ગોહિલ ના પતિ ભીખા ગોહિલે માંગી હતી, જે અંગે કોન્ટ્રાક્ટર ઉમેશ કાઠીયાવાડીએ ભરૂચ લાંચ રુશ્વત વિરોધી શાખામાં ફરિયાદ દર્જ કરાવી હતી, જેના આધારે ભરૂચ અને નર્મદા ACBની ટીમે તારીખ 14મી નારોજ સાંજે છટકુ ગોઠવ્યુ હતુ.

મહિલા સરપંચના પતિ એ લાંચની રકમ 35000 રૂપિયાના હપ્તા પેટે રૂપિયા 5000 લેવા માટે હંસાબેન ગોહિલને મોકલ્યા હતા, જ્યાં ગામના ભાગોળે લાંચની રકમ કોન્ટ્રાકટર પાસે થી સ્વીકારવા જતા મહિલા સરપંચની ACB એ ધરપકડ કરી હતી. અને તેઓના પતિ ભિખા ગોહિલની ધરપકડ માટેના ACB એ ચક્રોગતિમાન કર્યા છે.

જોકે લાંચ કેસમાં ઝડપાયેલ મહિલા સરપંચે કોન્ટ્રાકટર સાથે ભાઈબહેનના સંબંધ હોવાનું જણાવીને તેઓને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હોવાનું તેઓ જણાવી રહ્યા છે.

 

Tags:    

Similar News