સી.આર.પાટીલની નવી ટીમની ટુંક સમયમાં જાહેરાત, ટીમ મેમ્બર બનવા નેતાઓનું લોબિંગ

Update: 2020-09-28 11:14 GMT

રાજયમાં આઠ વિધાનસભા બેઠકોની પેટા ચુંટણી તથા સ્થાનિક સ્વરાજની ચુંટણી પહેલાં ભાજપના સંગઠનમાં જડમુળથી ફેરફારના એંધાણ વર્તાય રહયાં છે. નવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો મિજાજ જોતાં સંગઠનમાં જુના જોગીઓને સ્થાન અપાય તેવી પ્રબળ સંભાવના છે

ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખ સી.આર. પાટીલની નવી સંગઠન ટીમ બનાવવા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે પ્રદેશમાં હોદ્દો મેળવવા માટે નેતાઓમાં લોબિંગ પણ ચાલી રહ્યું છે. પરંતુ સી. આર. પાટીલનો મિજાજ જોતાં તેમની ટીમમાં નવા કરતાં જુના જોગીઓને વધુ પ્રાધાન્ય આપવામાં આવે તે લગભગ નકકી છે. અન્ય માપદંડની વાત કરવામાં આવે તો ટીમમાં સ્થાન પામનારની કામગીરી અને પક્ષ સાથેની વફાદારીને પણ ધ્યાનમાં લેાવશે. આગામી અઠવાડિયામાં જ ભાજપના સંગઠનમાં ફેરફારોની શરૂઆત કરાશે.

2014માં નરેન્દ્ર મોદીએ ગુજરાત છોડ્યા બાદ ગુજરાત ભાજપમાં જૂથવાદની સાથે જિલ્લા-તાલુકા પંચાયતથી માંડીને વિધાનસભામાં ભાજપની સત્તા સરકવા લાગી હતી. જેથી ભાજપ હાઈ કમાન્ડે પક્ષના સિનિયર એવા પાટીલને પક્ષપ્રમુખ બનાવી ગુજરાતને ફરી એકવાર 2014 પહેલાંનું મોડેલ સ્ટેટ બનાવવા છૂટોદોર આપીને પ્રમુખ બનાવ્યાં છે. પક્ષમાં હાલ જે હોદ્દા છે તેમાં 5 મહામંત્રી, 8 પ્રદેશ મંત્રી અને 8 ઉપાધ્યક્ષ મુખ્ય છે, જેમાં મહામંત્રીના મહત્ત્વના હોદ્દા પર જૂના આગેવાનોને જ સ્થાન મળી શકે છે. ગુજરાતના ચાર ઝોનમાંથી ચાર મહામંત્રી બનાવવામાં આવે તેવી પણ સંભાવના છે. 

Tags:    

Similar News