સુરત : કડોદરા પાલિકામાં પાણી સમિતિના ચેરમેને બાઇક કર્યું હતું પાર્ક, CCTVમાં જુઓ પછી શું થયું..!

Update: 2020-09-26 11:03 GMT

સુરત જિલ્લાના કડોદરા નગરપાલિકા કચેરીના પરિસરમાંથી ધોળા દિવસે પાલિકાના પાણી સમિતિના ચેરમેનની બાઈકની ચોરી થઈ હતી, ત્યારે બાઈકની ઉઠાંતરી કરતો ઈસમ CCTV કેમેરામાં કેદ થઈ જવા પામ્યો છે.

મળતી માહિતી અનુસાર, પલસાણા તાલુકાના કડોદરા નગરપાલિકા ખાતે ધોળા દિવસે બાઇક ચોરીની ઘટના બની હતી. કડોદરા નગરપાલિકા પાણી સમિતિના ચેરમેન નગરપાલિકા પરિસરના પાર્કિંગમાં બાઇક પાર્ક કરી પાલિકા કચેરીમાં ગયા હતા. પોતાનું કાર્ય પુર્ણ કરી પરત ફર્યા ત્યારે નગરપાલિકાના પાર્કિંગમાં પોતાનું બાઇક જોવા મળ્યું ન હતું. જોકે પાણી સમિતિના ચેરમેન દ્વારા નગરપાલિકા પાર્કિગના CCTV કેમેરામાં તપાસ કરતા એક ઈસમ બાઈકની ચોરી કરતાં નજરે પડ્યું હતું. જોકે આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે કે, નહીં તે હાલ સુધી જાણવા મળ્યું નથી.

Tags:    

Similar News