Connect Gujarat
ગુજરાત

આણંદ: નાણાંની લેતીદેતી મામલે જાહેરમાં કરાઇ પોઈન્ટ બ્લેન્ક રેંજ પિસ્ટલથી એક યુવકની હત્યા

આણંદ: નાણાંની લેતીદેતી મામલે જાહેરમાં કરાઇ પોઈન્ટ બ્લેન્ક રેંજ પિસ્ટલથી એક યુવકની હત્યા
X

દૂધ નગરી આણંદ છેલ્લા ૨૪ કલાકમાં લોહિયાળ નગરી બની જવા પામી છે. ૨૪ કલાકમાં જ આણંદ શહેરમાં હત્યાની બે અલગ અલગ ઘટનાઓથી પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી જવા પામ્યો છે. બીજી તરફ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળેલી જોવા મળી રહી છે.

આણંદ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં ગુનેગારો બેફામ બની ગયા છે. ગત રાત્રીએ આણંદ જુના બસ મથક વિસ્તારમાં આવેલ મેલડી માતાના મંદિર પાસે જાહેરમાં પોઈન્ટ બ્લેન્ક રેંજ પિસ્ટલથી એક યુવકની હત્યા કરી નાખવામાં આવતા સમગ્ર આણંદ શહેરમાં આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બની જવા પામ્યો છે.

વાત જાણે એમ છે કે જુના બસ સ્ટેન્ડ નજીક આવેલ મેલડી માતા મંદિર પાસે આવેલ ઝુપરપટ્ટી માં રહેતા સંજય શીવાભાઈ સોલંકી(દેવીપુજક )છુટક કપડાની ફેરી ફરવાનો વ્યવસાય કરતો હતો, જયારે તેનું ફેમેલી રેલ્વે સ્ટેશન પાસે દાબેલીની લારી બહાર પાણી વેચવાનો વ્યવસાય કરે છે મૃતક સંજયને આણંદના ખૂંખાર આરોપી ઇલ્યાસ મચ્છી સાથે થોડા સમય પહેલા નાણાની લેતીદેતી મામલે ઝગડો થયો હતો. જેથી ગઈકાલે મોડી રાત્રે ઇલ્યાસ મચ્છી એકટીવા લઇ મેલડી માતા ઝુપડપટ્ટીએ પહોચી સંજય ને બોલાવી તેની સાથે વાતચીત કરતો હતો તે જ સમયે અચાનક સંજય કઈ પણ વિચારે તે પહેલા જ ઇલ્યાસ મચ્છીએ પોતાની પાસે રહેલ ૭.૬૫ એમ એમ પોઈન્ટ બ્લેન્ક રેંજ પિસ્ટલથી સંજય પર ફાયરીંગ કરી ફરાર થઇ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે સંજયના સાત વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને ત્રણ બાળકો ના પિતા સંજયના ભાઈ નું એક મહિના પહેલા જ હાર્ટ એટેકથી અવસાન થયું હતું ,અચાનક એક જ મહિનામાં બે બે પુત્રો ના મોત થી સંજયના પરિવારની સ્થિતિ દયનીય બની જવા પામી છે

સંજયની જાહેરમાં ફાયરીંગ કરી હત્યા કરનાર આરોપી ઇલ્યાસ મચ્છી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે ,અને અગાઉ પણ વિદેશી દારૂની હેરાફેરી ,હથિયારોની હેરાફેરી માં અવારનવાર જેલ યાત્રા કરી ચુકેલો છે જોકે હાલ તો આણંદ સીટી પોલીસે ઘટના સ્થળેથી ફૂટેલા કારતુસ નું ખોખું ,ઘટના સ્થળ પર જે જગ્યા પર લોહી પડ્યું હતું તે માટી એફ એસ એલમાં મોકલી આપી સમગ્ર મામલાની તપાસ આણંદ ડીવીઝન ના નાયબ પોલીસ અધિક્ષક ધ્વરા કરવામાં આવી રહી છે અને આરોપીને ઝડપી પડવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

Next Story