આણંદ : વડોદરામાં લુંટ કરવા બે લુંટારૂઓ બાઇક પણ નીકળ્યાં, પણ જુઓ વાસદ પાસે શું થયું ?

New Update
આણંદ : વડોદરામાં લુંટ કરવા બે લુંટારૂઓ બાઇક પણ નીકળ્યાં, પણ જુઓ વાસદ પાસે શું થયું ?

આંખોમાં મરચાની ભુકી નાંખી લુંટ ચલાવતી રાજસ્થાની ટોળકીના બે સાગરિતો વડોદરામાં કાવતરાને અંજામ આપે તે પહેલાં જ વાસદ પોલીસના હાથે ઝડપાય ગયાં હતાં.

Advertisment

વડોદરામાં લુંટ કરવાના ઇરાદે જતા રાજસ્થાનના બે રીઢા શખ્સોને વાસદ પોલીસે હથિયાર સાથે ઝડપી પાડયાં છે. ગત રાત્રીના સુમારે વાસદ પોલીસનો સ્ટાફ ટોલનાકાએ વાહનો ચેક કરી રહ્યા હતા. ત્યારે વડોદરા તરફથી એક નંબર પ્લેટ વગરના બાઈક ઉપર બે શખ્સો આવી ચઢતાં પોલીસે તેમને શંકાને આધારે રોકીને બાઈકની માલિકી અંગે પુછપરછ કરતાં તેઓ ગલ્લા તલ્લા કરવા લાગ્યાં હતાં. પોલીસને શંકા જતાં તેમની અંગજડતી કરવામાં આવતાં તેમની પાસેથી દેશી તમંચો બે જીવતા કારતુસ, ચપ્પુ અને મરચું મળી આવ્યું હતું. બંને આરોપીને પોલીસ સ્ટેશન ખાતે લાવી આકરી પુછપરછ કરવામાં આવી હતી. જેમાં તેમણે કબુલાત કરી હતી. તેઓ વડોદરાના ગોરવા ખાતે આવેલા પંચવટી સર્કલ પાસેની જય જલારામ સોસાયટીમાં રહેતા પોતાના સાગરિત કિશોર તોસવાડા સાથે મળીને વડોદરામાં લુંટના કરવાના હોવાનું જણાવ્યું હતું. આમ આરોપીઓ વડોદરામાં લુંટ કરે તે પહેલાં જ આરોપીઓ પોલીસ સકંજામાં આવી ગયાં છે.  પોલીસે ત્રણેય વિરૂધ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Advertisment
Latest Stories