અંકલેશ્વરના વિવિધ મંદિરોમાં ગુરુનો ઋણ અદા કરવા માટે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામી

166

અષાઢી પૂર્ણિમાના દિવસે ગુરુ પૂજનનું પાવન પર્વ મનાવવામાં આવે છે. આ દિવસે ચંદ્ર પણ સંપૂર્ણ ખીલે છે. ગુરુ પૂજાનું પર્વ ભક્તો માટે ખૂબ મહત્ત્વનું ગણાય છે. કેમકે, જન્મથી તો માત્ર આ જીવન મળ્યું છે પરંતુ ગુરુ પૂર્ણિમાનો દિવસ એવા ગુરુના પૂજનનો દિવસ છે જે જીવનને સંપૂર્ણતા આપે છે. ત્યારે ભરૂચના અંકલેશ્વરના ખાતે આવેલ વિવિધ મંદિરો જેવા કે રામકુંડ મંદિર, કબીર મંદિર અને દિવા ગામે રામદેવપીર મંદિરે સવારથી  ગુરુ પ્રત્યેનો ઋણ અદા કરવા માટે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ લાગી હતી. મંદિરોમાં ભજન અને ભોજન સાથે આજે ભક્તો ગુરુના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા છે

LEAVE A REPLY