Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ નેશનલ હાઈવે ઉપર Live અકસ્માતનો CCTV

અંકલેશ્વરઃ નેશનલ હાઈવે ઉપર Live અકસ્માતનો CCTV
X

હાઈવે ઉપર મુલદ નજીક પ્રથમ લેનમાં જ પીક અપવાન ઊભી કરી દેતાં પાછળથી આવેલો કારચાલક ભટકાયો

અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે 48 ઉપર આજરોજ વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતનાં લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. અકસ્માતમાં પાંચ લોકોને નાની મોટી ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

અંકલેશ્વરથી ભરૂચથી તરફ આવી રહેલો પીક અપ વાન નંબર 8722નો ચાલક કોઈ કંપનીનો માલ-સામાન ભરીને આવી રહ્યો હતો. તેવામાં મુલદ નજીકથી પસાર થતાં ભારે પવનના કારણે પીકઅપમાં ભરેલો સામાન હવામાં ઉડીને રસ્તા ઉપર પડ્યો હતો. બાદમાં પીક અપ ચાલકે હાઈવે ઉપર પહેલાં ટ્રેકમાં જ પોતાની પીકઅપ ઊભી રાખી દીધી હતી. દરમિયાન સતત ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ ઉપરથી પસાર થઈ રહેલા એક કાર નંબર જીજે- 05, સીપી-9766નાં ચાલક આ ઘટનાથી અજાણ હતો. દરમિયાન એક કન્ટેનરની ઓવરટેઈક કરવા જતાં પીકઅપમાં ભટકાવાની સાથે કન્ટેનર સાથે પણ કાર ઘસાડાયી હતી. ઘટનાને પગલે સ્થળ ઉપર લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. આ અકસ્માતની ઘટનામાં પાંચ લોકોને નાની મોટી ઈજા પહોંચી છે. જેમને સારવાર માટે108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Next Story