/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/001-3.jpg)
અંકલેશ્વરના ચૌટા બજાર સ્થીત એક રહેણાંક મકાનનો સ્લેબ અચાનક ધરાશાયી થતા ભાગદોડ મચી જવા પામી હતી.
આજે બપોરના સમયે કાયમ ધમધમતા રહેતા અંકલેશ્વરના ચૌટા બજારમાં આવેલ એક મકાનનો સ્લેબ અચાનક ઘડાકાભેર ધરાશાયી થવાની ઘટના બનવા પામી હતી.
અંકલેશ્વરના ચૌટા બજારમાં આવેલ હનુમાનજી ડેરીપાસેના મગનભાઈ છગનભાઈ રાણા ના મકાન નો એક મકાન નો સ્લેબ તૂટી પડવા પામ્યો હતો આ સલેબ ટુટી પડવાની ઘટનામાં વાલીયા તાલુકાના પરમાર પરિવાર નું પોતાના પુત્ર ની સગાઈ હોય જે માટે ખરીદી કરવા માટે તમામ પરિવાર જોડે આવ્યા હતા.
આ ઘટનામાં માતા લક્ષ્મીબેન હરજીભાઈ પરમારનું ગંભીર ઈજાના કારણે ઘટનાસ્થળે જ મોત નિપજવા પામ્યું હતું ખરીદી માટે આવેલા અન્ય પરિવારના સભ્યો ઉર્વશી બેન જીતેન્દ્રભાઈ પરમારને પગમાં વાગ્યું હતું તેમજ પુત્ર અનિલ જીતેન્દ્ર પરમાર , પૂત્રી વિહા જીતેન્દ્ર પરમાર નાની મોટી ઇજાઓ પહોંચવા પામી હતી.
જ્યારે બીજી તરફ અંકલેશ્વર તાલુકાના જયાબેન ઠાકોરભાઈ પટેલ રહે કડોદરા તેમજ વનીતાબેન સંકેત ભાઈ પટેલ રહે રોહિત ના ઓ ને પણ માથાના ભાગે ઇજાઓ પહોંચવા પામી હતી આ ઘટનામાં એક મહિલા નું મોતી નીપજ્યું વા પામ્યું હતું જ્યારે પાંચ જેટલા લોકોએ ઘાયલ થવા પામ્યા હતા અંકલેશ્વર ચૌટા બજારમાં રસ્તા નાના હોવાના કારણે કોઈપણ પ્રકારનું એમ્બુલન્સ કે ફાયર બ્રિગેડ ચોંટ્ટા બજારમાં પહોંચી શકે તેમ ન હોવાના કારણે આ ઘટનામાં સારવાર માટે ખૂબ મુસીબતનો સામનો કરવો પડ્યો હતો.
આ તમામ ઘાયલોને બહાર કાઢવા માટે લોકોએ મદદ કરી હતી આ તમામ ગયેલો ને લોકોને બહાર કાઢવા માટે મોટરસાયકલ ઉપર બહાર લઈ જવા હતા. ત્યાંથી ૧૦૮ મારફત જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તમામની સારવાર હાલમાં ચાલુ છે.