એકજ કોમના બે જૂથ સામસામે આવી લાકડીના સપાટા માર્યા

અંલકેશ્વરના દઢાલ ગામે ઘર પાસે ફટાકડા ફોડવા બાબત થયેલ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ લેતા થયેલ મારામારીમાં બે મહિલા સહિત ૪ ઇસમઓને ઇજાઓ પહોંચતા તમામને ૧૦૮ મારફતે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા.

પ્રાપ્ત વિગત અનુસાર અંકલેશ્વરના દઢાલ ગામે મોટા ફળીયામાં રહેતા ચંદાબેન મગનભાઇ વસાવા(ઉ.વર્ષ.૭૦),અંકુર વિલિયમ વસાવા(ઉ.વર્ષ.૨૦),સાગર શના વસાવા(ઉ.વર્ષ.૧૭),વિલિયમ મોગલ વસાવા(ઉ.વર્ષ.૪૨)ને ફટાકડા ફોડવા બાબતે મોટા ફળીયામાં જ રહેતા સુરજબેન ગોકુળ વસાવા(ઉ.વર્ષ.૩૪) અને ગોકુળ આલમ વસાવા સાથે તા.૭મીની રાતે ૮ કલાકની આસપાસ બોલાચાલી થઈ હતી. જોતજોતામાં બોલાચાલિએ ઉગ્ર સ્વરૂપ ઘારણ કરતા એકજ કોમના બંન્ને જૂથ સામસામે આવી એકબીજાને લાકડીના સપાટા વડે મારમારતા તમામને ઇજાઓ થઈ હતી. જેમને તત્કાલ સારવાર અર્થે ૧૦૮ તેમજ ખાનગી વાહન મારફતે ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે લવાયા હતા. ઘટનાની જાણ અંક્લેશ્વર રૂરલ પોલીસ મથકે કરાતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

ઉલ્લેખનીય છે કે ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે ધારાસભ્ય દુષ્યંત પટેલ પણ ઉપસ્થીત હોય તેમણે તમામને તહેવાર શાંતિ અને ભાઇચારાથી મનાવવો જોઇએનું સુચન કરી તમામની ખબરઅંતર પુચી શાંત્વના આપી હતી.

LEAVE A REPLY