અંકલેશ્વર : જીઆઇડીસીના રહીશોમાં ડરના માર્યા રાત્રેે નિરાંતે સુઇ નથી શકતાં, જુઓ કોનો લાગે છે ડર

0
National Safety Day 2021

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં ચોરીના વધી રહેલાં બનાવોને પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે. તસ્કરોના ડરથી લોકો રાત્રે નિરાંતે સુઇ પણ શકતા ન હોવાનું જાણવા મળ્યું છે.

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી આકાશ વિલાસ એપાર્ટમેન્ટમાં ત્રણ જેટલા મકાનોને ચોરોએ નિશાન બનાવ્યું હતું જેમાં હિતેશ ગોહિલના મકાન નંબર B.31માં ચોરી કરવામાં તસ્કરોને સફળતા મળી હતી. મકાનમાંથી રોકડા રૂપિયા ૫૦ હજાર તેમજ સોનાના દાગીના મળી અંદાજિત લાખો રૂપિયાની ચોરી કરી તસ્કરો ફાર થઇ ગયાં હતાં.

આ ઉપરાંત માનવ મંદિર વિસ્તારમાં રહેતા હસમુખ લીંબચિયા તેમના પરિવાર સાથે નવા ઘરે સુવા માટે ગયાં હતાં. ત્યારે તેેમના જુના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો એક લાખ રૂપિયા ઉપરાંતની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયાં હતાં. ચોરીના વધી રહેલાં બનાવોના કારણે પોલીસના રાત્રિ પેટ્રોલીંગ સામે પણ સવાલો ઉભાં થયાં છે. પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવે તેવી લોકોની માંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here