Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર: ઈશકૃપા સોસાયટીમાં યુવતીના આપઘાત કેસમાં આવ્યો નવો વણાંક, નોંધાઇ હત્યા

અંકલેશ્વર: ઈશકૃપા સોસાયટીમાં યુવતીના આપઘાત કેસમાં આવ્યો નવો વણાંક, નોંધાઇ હત્યા
X

અંકલેશ્વરની ઈશકૃપા સોસાયટીમાં યુવતીના આપઘાત કેસમાં નવો વણાંક આવ્યો છે.મૃતક યુવતીના મંગેતરની પૂર્વ પ્રેમિકાએ જ હત્યા કરી હોવાની આશંકા પોલીસ ફરિયાદમાં દર્શાવવામાં આવી છે.

અંકલેશ્વર શહેરમાં આવેલ ઈશકૃપા સોસાયટીમાં મૂળ નેત્રંગના કંબોડીયા ગામની અને હાલ ભરૂચમાં નર્સિંગનો કોર્ષ કરતી ૨૩ વર્ષીય યુવતી રવિના વસાવાએ પંખા સાથે ગળે ફાસો લગાવી આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં નવો વળાંક આવ્યો છે.મૃતક રવિના વસાવાના પિતા વિજય વસાવાએ આ અંગે શહેર પોલીસ મથકે ફરિયાદ નોધાવી છે જેના આધારે શહેર પોલીસે હત્યાનો ગુન્હો નોધ્યો છે.

ફરિયાદમાં મૃતક રવિના વસાવાના મંગેતર મિહિર વસાવાની પૂર્વ પ્રેમિકા પર હત્યાનો આરોપ છે. રવિના અને મિહિરની ૩ મહિના પૂર્વે સગાઇ થઇ હતી.મિહિરની પૂર્વ પ્રેમિકાએ રવિનાને મિહિર સર પ્રાઈઝ આપવા આવવવાનો છે કહી તેના ઘરે ઈશ કૃપા સોસાયટીમાં બોલાવી હતી અને બાદમાં તેની ગળું દબાવી હત્યા કરી દેવામાં આવી હતી.આ હત્યાના બનાવને આપઘાતમાં ખપાવવા મૃતદેહને પંખા સાથે લટકાવી દેવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.આ ચકચારી બનાવ અંગે હાલ શહેર પોલીસ તપાસ ચલાવી રહી છે. આવતીકાલ સુધીમાં સમગ્ર કેસની હકીકત બહાર આવે એવી શક્યતા છે.

Next Story