Connect Gujarat
Featured

અંકલેશ્વર: રાષ્ટ્રીયધોરી માર્ગને અડીને આવેલ સ્ક્રેપ માર્કેટમાં તંત્રના દરોડા, જુઓ શું કરાય કાર્યવાહી

અંકલેશ્વર: રાષ્ટ્રીયધોરી માર્ગને અડીને આવેલ સ્ક્રેપ માર્કેટમાં તંત્રના દરોડા, જુઓ શું કરાય કાર્યવાહી
X

અંકલેશ્વર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગને અડીને આવેલ વિવિધ સ્ક્રેપ માર્કેટમાં તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવતા દોડધામ મચી જવા પામી હતી. તંત્રના આધિકારીઓએ ભંગારના વેપારીઓને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરી દસ્તાવેજો સહિત સુરક્ષા અને સલામતી માટે પગલાં લેવાય છે કે નહીં એ બાબતે તપાસ કરી હતી.

એશિયાની સૌથી મોટી ઓધ્યોગિક વસાહત અંકલેશ્વરમાં પ્રદૂષણ તેમજ ઓધ્યોગિક અકસ્માતોની સંસખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ખાસ કરીને રાષ્ટ્રીય ધોરી માર્ગને અડીને આવેલ સ્ક્રેપ માર્કેટમાં અનેક વાર આગ લાગવાના બનાવો બને છે અને લોકોના જીવ જોખમમાં મુકાય છે ત્યારે ભરૂચ કલેક્ટર ડો.એમ.ડી.મોડીયાની સૂચનાથી અંકલેશ્વર પ્રાંત અધિકારીની ટિમ દ્વારા આજરોજ સ્ક્રેપ માર્કેટમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તંત્રની 2 ટીમમાં 30થી વધુ અધિકારી અને કર્મચારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભંગારના ગોડાઉનના સંચાલકો પાસે વિવિધ દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા તો ગોડાઉનમાં કામ કરતાં કામદારોની સલામતી માટે પગલા ભરવામાં આવે છે કે કેમ એની ચકાસણી કરવામાં આવી હતી.

તંત્રના દરોડાના કારણે ગોડાઉનના સંચાલકોમાં ફફડાટ ફેલાય જવા પામ્યો હતો. સ્ક્રેપ માર્કેટના ગોડાઉન માં કેમિકલ યુક્ત બેગ અને ડ્રમને ધોવામાં આવે છે અને કેમિકલ યુક્ત પાણીને ખુલ્લામાં છોડી દેવામાં આવતું હોવાની ઘટના અગાઉ અનેક વખત પ્રકાશમાં આવી ચૂકી છે ત્યારે આ મામલે પણ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી હતી સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ રિપોર્ટ કલેક્ટરને સોપવામાં આવશે અને ત્યાર બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

Next Story