શહેર પોલીસે રૂપિયા 2.12 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી

અંકલેશ્વર શહેર પોલીસ મથક વિસ્તારમાં આવેલા અક્ષર બંગ્લોઝ પાસેથી પોલીસે કારમાં ભરેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ રૂપિયા 2.12 લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય એખ શખ્સને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની મળતી વિગતો મુજબ અંકલેશ્વર શહેર પોલીસમથકની હદમાં આવેલા અક્ષર બંગ્લોઝ સોસાયટીનાં ગેટ પાસે ઉભેલી કાર નંબર MH-02, MA-210 નંબરની કારમાં દારૂની હેરાફેરી થતી હોવાની પોલીસને મળેલી બાતમીનાં આધારે તપાસ હાધ ધરી હતી. જે દરમિયાન તપાસ કરતાં આ કારમાંથી વિવિધ બ્રાન્ડનો દારૂ તેમજ બિયરનો જથ્થો મળી કુલ રૂપિયા 96000 નો મુદ્દામાલ તથા કારની કિંમત રૂપિયા 110000 મળી કુલ રૂપિયા 2.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દારૂના જથ્થા સાથે પોલીસે પારસ દેવાભાઈ વન, ગોપાલ રાજુરામ બિશ્નોઈ, લાડુ દેવાવન યોગી તમામ રહે રાજસ્થાનની અટકાયત કરી હતી. જ્યારે અન્ય એક પ્રવિણ નામનો શખ્સને વોન્ટેડ જાહેર કરી મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY