અંકલેશ્વર: સુરવાડી ગામે એક કિશોરીએ ફાંસો ખાઇ કરી આત્મહત્યા

New Update
અંકલેશ્વર: સુરવાડી ગામે એક કિશોરીએ ફાંસો ખાઇ કરી આત્મહત્યા

અંકલેશ્વરના સુરવાડી ગામમાં મામાના ઘરે આવેલ કિશોરીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના કોસમડી ગામમાં રહેતી ૧૭ વર્ષીય નેહાકુમારી ધનમનભાઈ વસાવા ગતરોજ તેના મામાને ઘરે સુરવાડી ગામે આવી હતી. તેણીએ આજરોજ સવારના અરસામાં અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતા અંકલેશ્વર શહેર પોલીસ ઘટના સ્થળે દોડી આવી અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી મૃતક કિશોરીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.