Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ ટેમ્પો લઈને ચોરી કરવા આવ્યા તસ્કરો, સ્થળ ઉપર ટેમ્પો મૂકીને ભાગ્યા

અંકલેશ્વરઃ ટેમ્પો લઈને ચોરી કરવા આવ્યા તસ્કરો, સ્થળ ઉપર ટેમ્પો મૂકીને ભાગ્યા
X

કંપનીમાંથી બે ઈલેક્ટ્રી મોટર ચોરી કરીને લઈ જતા કામદારારોએ તસ્કરોને પડકાર્યા હતા

પાનોલી જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં રાત્રિનાં સમયે ચોરી કરવા ઘુસેલા શખ્સોનો કંપનીમાં ફરજ ઉપરનાં લોકોએ પીછો કર્યો હતો. જેના પગલે કંપનીમાંથી બે મોટરની ચોરી કરીને ભાગતા શખ્સો તેમની સાથે લાવેલો ટેમ્પો અને મોટર સાયકલ પણ સ્થળ ઉપર જ મૂકીને નાસી છૂટ્યા હતા. કંપની મેનેજરે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાત ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ પાનોલી જીઆઈડીસીમાં આવેલી શિવનાથ ઈન્ડસ્ટ્રીમાં ગત રાત્રિનાં સમયે કેટલાંક તસ્કરો બાઈક અને ટેમ્પો લઈને ચોરી કરવા આવ્યા હતા. બાદમાં કંપનીનો કોટ કૂદીને અંદર પ્રવેશેલા તસ્કરો કંપનીમાંથી 2 ઈલેક્ટ્રીક મોટર જેની કિંમત રૂપિયા 20,000અને લોખંડની સી.એફ.ની પુલી નંગ 1 જેની કિંમત રૂપિયા 5000 ચોરી કરી લઈ જઈ રહ્યા હતા. દરમિયાન કંપનીમાં કામ કરી રહેલા અન્ય લકોને તેની જાણ થતાં તસ્કરોનો પીછો કર્યો હતો.

કંપનીનાં માણસો પાછળ દોડતાં તસ્કરો ચોરી કરેલી બન્ને મોટર, ચોરી માટે લાવેલા ટેમ્પો અને મોટર સાયકલ પણ સ્થળ ઉપર જ મૂકીને ફરાર થઈ ગયા હતા. બાદમાં કંપની મેનેજર ભરત પટેલને કામદારોએ જાણ કરતાં તેઓ કંપની ખાતે દોડી આવ્યા હતા. બાદમાં સમગ્ર મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે મુદ્દામાલ કબજે કરી તસ્કરોની શોધખોળ શરૂ કરી હતી.

Next Story