Connect Gujarat
ગુજરાત

રાજ્ય સરકારના ૨૪ કલાક દુકાનો ચાલુ રાખવાના નિર્ણયને લોકોએ વધાવ્યો

રાજ્ય સરકારના ૨૪ કલાક દુકાનો ચાલુ રાખવાના નિર્ણયને લોકોએ વધાવ્યો
X

રાજ્ય સરકારે 24 કલાક દુકાનો ચાલુ રાખવાના નિર્ણયને લોકો આવકારી રહ્યા છે અને ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં ચાની કીટલી તેમજ નાસ્તાની દુકાનો ચલાવતા દુકાનદારોને તેનો લાભ થવાની શક્યતાઓ છે.

રાજ્ય સરકારે એક મે થી ચોવિસ કલાક દુકાન ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે, જેનાથી અરવલ્લી જિલ્લાના નાના દુકાનદારોને તેનો લાભ થવાની શક્યતાઓ છે. રાજસ્થાની સરહદે જોડાયેલ છે, અને આ જિલ્લામાંથી નેશનલ આઠ હાઈવ પસાર થતો હોવાથી, દિલ્હી, જયપુર, ઉદેપુર તરફથી આવતા વાહનોની અવર-જવર મોટી હોય છે અને ખાસ કરીને મોડાસા થઇને વડોદરાનો રસ્તો ટૂંકો હોવાથી મોડાસા શહેરમાંથી મોટી સંખ્યામાં વાહનો અહીંથી પસાર થાય છે, પણ હવે ચોવિસ કલાક ખાણીપીણી સહિતની દુકાનો ચાલુ રહેવાથી દુકાનદારોને રોજગારમાં વૃદ્ધિ થવાની શક્યતાઓ છે. ખાસ કરીને ચાની કીતલી તેમજ ખાણી પીણી ચલાવતા વેપારીઓને તેનો સીધો જ લાભ થવાથી રાજ્ય સરકારના આ નિર્ણયને લોકો આવકારી રહ્યા છે.

સામાન્ય રીતે જિલ્લામાં મોડી રાત્રે ખાણી પીણીની દુકાનો ચાલુ રાખવાથી કોઇ ફાયદો નથી, જોકે જિલ્લામાંથી પસાર થતાં ટ્રક તેમજ ટ્રાવેલ્સ મોટી સંખ્યામાં હોલ્ડ કરતી હોય છે, જેને કારણે ખાણી-પીણી દુકાનો ચલાવતા દુકાનદારો માટે આશિર્વાદરૂપ બની શકે છે. આ પહેલા મોટા ભાગની તમામ દુકાનો રાત્રીના બાર વાગ્યે બંધ કરી દેવાતી હતી, પણ હવે ચોવિસ કલાક દુકાનો ચાલુ રહેવાથી નાના દુકાનદારોને ફાયદો થવાનું સ્થાનિક લોકો માની રહ્યા છેય

અરવલ્લી જિલ્લામાં રોજગાર માટે એવો કઇ જ સ્ત્રોત નથી, પણ મોટા ભાગના લોકોનું ગુજરાત વેપાર તેમજ નાના રોજગારો છે, પણ હવે ચાની કિતલી તેમજ ખાણીપીણી ચલાવતા દુકાનદારો માટે આ નિર્ણયથી લાભ થવાની શક્યતાઓ છે.

Next Story