New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/IMG-20190527-WA0367.jpg)
સૂરતના અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ અરવલ્લી જિલ્લાના બાયડમાં યોજાયો હતો . બાયડ તક્ષશિલા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકો જોડાયા હતા અને મૃતકોને સાચા દિલથી પુષ્પાંજલિ અર્પી હતી. આસપાસની હોસ્ટેલના બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સૂરતની તક્ષશિલા આર્કેડમાં લાગેલા આગની ઘટનામાં મૃત્યુ પામેલા 22 જેટલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
બાયડના તક્ષશિલા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં 150 જેટલા બાળકો સહિત શિક્ષણ સંસ્થાના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મૌન પાળીને મૃતકોના પરિવારજનોને હિંમત મળે તે માટે પ્રાર્થના પણ કરાઇ હતી.