Connect Gujarat
ગુજરાત

ભરૂચઃ ડૉ. બાબાસાહેબના ૬૨માં મહાપરિનિવૉણ દિન નિમિત્તે વિવિધ સંગઠનોએ અર્પી પુષ્પાંજલિ

ભરૂચઃ ડૉ. બાબાસાહેબના ૬૨માં મહાપરિનિવૉણ દિન નિમિત્તે વિવિધ સંગઠનોએ અર્પી પુષ્પાંજલિ
X

ભારતના બંધારણના ઘડતરમાં મહત્વનું યોગદાન આપનાર ડો.ભીમરાવ આંબેડકરની નિર્વાણતિથિ નિમિતે આજે ભરૂચમાં વિવિધ રાજકીય સંગઠનો અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તો રેલવે સ્ટેશન નજીક આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી શ્રઘ્ધાસુમન અપર્ણ કર્યા હતાં.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="75911,75912,75913,75914,75915,75916,75917,75918,75919,75920,75921,75922,75923,75924,75925"]

ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા સૌ પ્રથમ સ્ટેશન વિસ્તારમાં પહોંચી ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતા. બાદમાં વર્તમાન સરકાર ઉપર આક્ષેપ કરતાં કોંગ્રેસ અગ્રણીઓએ જણાવ્યું હતું કે, હાલની સરકાર જે બંધારણ સાથે ચેડાં કરી રહી છે. તે બંધ કરી દેશની અખંડિતતાને તેને તેમની તેમ જ રહેવા દો અને લોકોને ભાઈચારાની રીતે રહેવા દો. આ તબક્કે કોંગ્રેસનાં કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

બીજી તરફ ભાજપનાં અગ્રણીઓ દ્વારા પણ રેલવે સ્ટેશન ખાતે પહોંચી ડૉ. બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતા. અને ડૉ. બાબા સાહેબ અમર રહોનાં નારા લગાવ્યા હતા.

ભરૂચમાં બામસેફ, ઇન્સાફ, ભીલીસથાન ટાઇગર સેના, ભારત રાષ્ટ્ર મહિલા ગૃહ ઉદ્યોગ તથા સામાજિક સંગઠનો દ્વારા આજ રોજ સવારે 9. 30 કલાકે ભરૂચ રેલ્વે સ્ટેશન પાસે ડૉ. બાબાસાહેબ આંબેડકર પ્રતિમા ખાતે સંકલ્પ-પ્રતિગના, ફુલહાર વિધિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બામસેફના બહેચરભાઇ રાઠોડ, મોહનભાઈ પરમાર, ઇન્સાફના જી વરાજ મકવાણા, અશોક મકવાણા, ભીલીસથાન ટાઇગર સેના ના રાજુ વસાવા, બિપીન મકવાણા, સતીશ વસાવા, ભારત રાષ્ટ્ર મહિલાગૃહ ઉદ્યોગ ના જીવરાજ પરમાર, ભાનુબેન જોગદીયા, મંજુબેન પરમાર, વિનય સોલંકી સહિત વિવિધ સંગઠન ના આગેવાનો, કાર્યકરો, મહિલા ઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Next Story