Connect Gujarat
ગુજરાત

નર્મદાઃ કેળાની ખેતી કરતા ખેડૂતોની કમર તૂટી, ભાવમાં થયો 50 ટકાનો ઘટાડો

નર્મદાઃ કેળાની ખેતી કરતા ખેડૂતોની કમર તૂટી, ભાવમાં થયો 50 ટકાનો ઘટાડો
X

અગાઉ ખેડૂતોને મણ દીઠ 300થી 400 મળતા હતા જેની સામે માત્ર 150નો ભાવ મળી રહ્યો છે

નમૅદા જિલ્લામાં કેળાની ચાલુ વષૅની સીઝનમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતાં ધરતીપુત્ર નિરાશ થયા છે. કેળાનો ભાવ અગાઉના વર્ષોમાં ૩૦૦ થી ૩૫૦ સુધી મણનો ભાવ ખેડુતોને મળતો હતો. જે ચાલુ કેળાની સીઝનમાં ગગડીને ૧૪૦ થી ૧૫૦નો થઈ ગયો છે. જેના પગલે ખેડુતોની હાલત કફોડી બની ગઈ છે. જેથી યોગ્ય ભાવ મળે તેવી ખેડુતો માંગ કરી રહ્યા છે.

નમૅદા જિલ્લામાં રાજપીપળાની આસ-પાસનાં વિસ્તારનાં સિંચાઈ વાળી જમીન ધરાવતા ખેડૂતો મુખ્યત્વે કેળા અને શેરડીની ખેતી કરતા હોય છે. જ્યારે પહાડી વિસ્તારમાં માત્ર વરસાદ આધારિત ખેતી કરતા હોય છે. ત્યારે ખેડૂતોને આ વષૅની કેળાની સીઝનમાં પુરતા ભાવ નહીં મળતાં મોટો ફટકો પડી રહ્યો છે. કેળાનાં મણના ભાવ ધટીને રૂપિયા 140થી 150 થઈ ગયા છે. જેમાં સીધો જ 50 ટકાનો ઘટાડો થઈ ગયો છે. જેના પગલે ખેડુતોને ઓછા ભાવે કેળાનું કટીગ કપાવવું પડી રહ્યું છે. જો સારો ભાવ મેળવવા માટે સમયસર કેળા નહી કપાવીએ તો અમારો તૈયાર થઈ ગયેલો પાક નિષફળ જાય તેમ ખેડૂતો જણાવી રહ્યા છે.

અગાઉના વર્ષોમાં કેળાનો ભાવ ૩૦૦થી ૩૫૦ સુધીનો કેળાનો ભાવ ખેડુતોને મળી રહેતો હતો. આ વર્ષની સીઝનમાં કેળાનો ભાવ એક દમ ગગડી જતાં કેળાની ખેતી કરતા ખેડુતોની હાલત કફોડી બની છે. ખેડુતોને યોગ્ય ભાવ ન મળતા ખેડુત આલમમા નિરાશા જોવા મળી રહી છે.

આ અંગે વાવડીના ખેડૂત સંદીપ પેટલે જણાવ્યું હતું કે, દર વષૅના ભાવ કરતા આ વષૅના કેળાના ભાવમાં ધણો ધટાડો થયો છે. જેના કારણે કેળા પકવતા ખેડૂતોને પાયમાલ થવું પડે એવી હાલત થઈ છે. ત્યારે ખેડૂતને ભાવ વધુ મળે તો ખચૅ પણ કાઢી શકે નહી તો પાયમાલ થશે

Next Story