Connect Gujarat
Featured

ભરૂચ : ભુખી ખાડી પાસે અજાણ્યા વાહનની ટકકરે બાઇકસવાર માતા-પુત્રના મોત

ભરૂચ : ભુખી ખાડી પાસે અજાણ્યા વાહનની ટકકરે બાઇકસવાર માતા-પુત્રના મોત
X

ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર ભુખી ખાડીના પુલ નજીક અજાણ્યા વાહનની ટકકરે બાઇક સવાર માતા અને પુત્રના મોત નીપજયાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ તાલુકાના માલકીનપુરા ગામમાં રહેતા શારદાબેન વસાવા તથા તેઓના પુત્ર સંદીપ વસાવા માલકીનપુરાથી મોટરસાયકલ પર સવાર થઈ અંકલેશ્વર જઈ રહ્યા હતાં.જ્યારે તેઓ વરેડિયા ગામ નજીક આવેલી ભૂખી ખાડી પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે કોઇ અજાણ્યા વાહને મોટર સાયકલને ટક્કર મારતા શારદાબેન તેમજ સંદીપ મોટરસાયકલ પરથી ફંગોળાઈ ગયા હતાં. માતા - પુત્રને માથાના તથા શરીરે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ તેઓનું પ્રાણ પંખેરુ ઉડી જવા પામ્યું હતું. ઘટનાની જાણ થતા પાલેજ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પાલેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડ્યા હતા. બનાવ સંદર્ભે પાલેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બાઇકને ટકકર મારી નાસી છુટેલાં વાહનચાલકને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

Next Story