ભરૂચ જિલ્લાની એમ કે ,જેપી કોલેજ તથા નર્મદા કોલેજોમાં આજે વિધાર્થી સંઘની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં કોલેજનાં વિધાર્થીઓ મોટી સંખ્યા માં ભાગ લઈ પોતાના ઉમેદવાર વિધાર્થી નેતાને જીતાડવા અથાગ પ્રયત્નો કરી તેને જીત અપાવી અને જીતની ખુશી મનાવી હતી.

ભારત દેશ માં કેટલાય પોલિટિકલ  લોકોની શરૂઆત પોતાના કોલેજ કાળ દરમિયાન કરતા હોય છે. કોલેજ થી રાજનીતિની શરૂઆત કરી આગળ જઇ પોતાના વિસ્તાર તથા પોતાના દેશનું શહેર,દેશનું પ્રતિનિધિત્વ કરતા હોય છે.

ભરૂચમાં પણ આજે વિવિધ કોલેજોમાં ચૂંટણીઓ યોજાઇ હતી. જેમાં ABVP અને NSIUની પેનલમાંથી પોતાના હરીફોને ઉભા રાખી તેને જીતાડવા પ્રયાસો કરાયા હતા.જેમાં એમકે કોલેજ ખાતે ABVP માંથી સ્નેહાલી ગોહિલ અને NSUI માંથી ભાયજી ફરહીનબાનું ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું.જેમાં સ્નેહાલી ગોહિલને ૨૪ અને ફરહીનબાનુંને ૮ મત મળતા કોલેજ પ્રશાસને સ્નેહાલી ગોહિલને એમ. કે. કોલેજના જી.એસ (જનરલ સેક્રેટરી)તરીકે વિજેતા ઘોષિત કર્યા હતા.

Love ni love stories movie

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here