Connect Gujarat
Featured

ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી

ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી
X

કોરોનાની મહામારીના કપરા દિવસો બાદ હવે શાળાઓમાં શિક્ષણકાર્ય વેગ પકડી રહયું છે ત્યારે ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

વિશ્વમાં અનેક બોલીઓ બોલાય છે અને આપણા ભારત દેશમાં પણ વિવિધતામાં એકતા જોવા મળે છે. રવિન્દ્રનાથ ટાગોરના મત મુજબ માતૃભાષા તો માતાનું ધાવણ છે. ગળથુંથીમાં આપણને માતૃભાષા પ્રાપ્ત થાય છે. વર્તમાન સમયમાં માતૃભાષાનું આ મહત્વ કાયમ રહે એવા આશિષ સાથે ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં અનેરી રીતે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી વિદ્યાર્થીઓ, શિક્ષકો સાથે આચાર્યોના સુભગ સમન્વય દ્વારા કરાઇ હતી. ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, બંગાળી, મરાઠી જેવી વિવિધ ભાષાઓમાં વક્તવ્ય અને સુંદર ગીતોની રજૂઆત કરવામાં આવી હતી. અંતમાં જેસીઆઇ અંકલેશ્વર દ્વારા આયોજિત સાયન્સ વર્કિંગ મોડલ સ્પર્ધામાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તેમજ પ્રેરણારૂપે ભેટો આપી સન્માનીત કરવામાં આવ્યા હતાં. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના એમડી એમ.એસ.જોલી, ટ્રસ્ટી કરણ જોલી તથા યોગેશ પારીક અને સ્ટાફનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારી બાદ હવે શાળાઓમાં રાબેતા મુજબ શિક્ષણકાર્ય ધીમે ધીમે શરૂ થઇ રહયું છે..

Next Story