Connect Gujarat
ગુજરાત

ભરૂચ: મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત માનવ સાંકળ રેલીનો કાર્યક્રમ યોજાયો

ભરૂચ: મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત માનવ સાંકળ રેલીનો કાર્યક્રમ યોજાયો
X

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી તા.૨૩ મી એપ્રિલના રોજ યોજાનાર છે ત્યારે સ્વીપ અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર ધ્વારા આજે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓના સહયોગથી ૫ કિ.મી. લાંબી માનવ સાંકળ રેલીનું સુંદર આયોજન હાથ ધરતાં તેને બિરદાવતાં જિલ્લા કલેક્ટરે કહ્યું હતું કે, લોકસભાની સામાન્ય ચૂંટણી તા.૨૩ મી એપ્રિલના રોજ યોજાનાર છે ત્યારે તેમાં મહત્તમ મતદાન કરી લોકશાહીના મહાઉત્સવનો ભાગ બનવા જિલ્લાના મતદારોને અપીલ કરી હતી.

આજે સ્વીપ અંતર્ગત માનવ સાંકળ રેલીના કાર્યક્રમ અન્વયે કલેક્ટર કચેરીના સર્કલ પાસે યોજાયેલાં કાર્યક્રમ કલેક્ટરે જણાવ્યું હતું કે મતદાન કરવું એ આપણી પ્રાથમિક ફરજ છે. ગત વિધાનસભામાં જિલ્લામાં ૭૪ ટકા મતદાન થયું હતું. ભરૂચ જિલ્લામાં ઝઘડીયામાં ૮૧ ટકા અને ડેડીયાપાડામાં ૮૪ ટકા મતદાન થયેલ. તેનાથી વધુ મહત્તમ મતદાન થાય તેવી અપીલ કરતાં વિદ્યાર્થીઓના એક વિદ્યાર્થી ૨૦ મતદારોને પ્રેરિત કરે તેવા અભિયાનને બિરદાવ્યું હતું. આ પ્રસંગે લોકશાહીના આ મહા પર્વનો સંદેશો ફેલાવવા માટે હવામાં ફુગ્ગા છોડી મતદાન જાગૃતિનો સંદેશો આપ્યો હતો.

જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતાએ સ્વીપ અંતર્ગત માનવ સાંકળ કાર્યક્રમમાં પ્રત્યેક વિદ્યાર્થીઓ વીસ મતદારોને પ્રેરિત કરવાના સંકલ્પને બિરદાવ્યું હતું. દિવ્યેશ પરમારે મતદાન જાગૃતિ અંગે કરેલ કાર્યવાહીનો અહેવાલ આપ્યો હતો. આ પ્રસંગે દેશની લોકતાંત્રિક પરંપરાઓની અને મુક્ત અને ન્યાયી તેમજ શાંતિપૂર્ણ ચૂંટણીઓની ગરીમા જાળવીશું તેમજ દરેક ચૂંટણીમાં નિર્ભયતાપૂર્વક ધર્મવંશ, જ્ઞાતિ-જાતિ, ભાષા કે અન્ય કોઇ પણ પ્રકારના પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરવાના સૌએ શપથ લીધા હતા.

સ્વીપ અંતર્ગત માનવ સાંકળ રેલીમાં રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલય ભરૂચ રેલ્વે સ્ટેશનથી બીગ બજાર સુધી, રૂંગટા વિદ્યાભવન ભરૂચ રેલ્વે સ્ટેશનથી બીગ બજાર સુધી, ડા÷. ગંગુબેન હડકર માધ્યમિક શાળા પાંચબત્તીથી શક્તિનાથ સર્કલ સુધી, બી.ઇ.એસ.યુનિય હાઇસ્કુલ બીગ બજારથી પાંચબત્તી સુધી બેîક ઓફ બરોડા તરફ, વી.કે.ઝવેરી સાધના વિદ્યાલય બીગ બજારથી પાંચબત્તી સુધી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફ, ઓલી એન્જલ્સ કોન્વેન્ટ હાઇસ્કુલ પાંચબત્તીથી શક્તિનાથ સર્કલ સુધી, સેન્ટ ઝેવીયર્સ હાઇસ્કુલ પાંચબત્તીથી શક્તિનાથ સર્કલ સુધી, નારાયણ વિદ્યાલય કલેક્ટર કચેરીથી શક્તિનાથ સર્કલ સુધી(પંડિત ઓમકારનાથ હોલ તરફ), શાંતિ વિદ્યાલય કલેક્ટર કચેરીથી શક્તિનાથ સર્કલ સુધી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફ, ભારતી વિદ્યાલય કલેક્ટર કચેરીથી શક્તિનાથ સર્કલ સુધી સ્ટેટ બેîક ઓફ ઇન્ડિયા તરફ, શ્રવણ વિદ્યાભવન શ્રવણ ચોકડીથી શક્તિનાથ સર્કલ સુધી, સ્વામી નારાયણ ગુડવીલ હાઇસ્કુલ શ્રવણ વિદ્યાભવન શ્રવણ ચોકડીથી શક્તિનાથ સર્કલ સુધી, એમિટી હાઇસ્કુલ શ્રવણ ચોકડીથી શક્તિનાથ સર્કલ સુધી, નવજીવન હાઇસ્કુલ બીગ બજારથી પાંચબત્તી સુધી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તરફ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ જાડાયા હતા.

આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડી.એમ.ચૌહાણ, પ્રાંત અધિકારી દેસાઇ, નાયબ માહિતી નિયામક એન.વી.પટેલ, મામલતદાર પટેલ સહિત ચૂંટણીતંત્ર સાથે સંકળાયેલાં અધિકારીઓ-કર્મચારીઓ, શાળાના આચા-શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેમજ નગજનો મોટી સંખ્યામાં જાડાયા હતા.

ભરૂચ જિલ્લા કલેકટર રવિકુમાર અરોરાએ ભરૂચનો મતદાન સૌથી વધુ થાય તેવી આશા વ્યક્ત કરી કરી હતી આ પ્રસંગે નાયબ કલેકટર દેસાઈ ચૂંટણી અધિકારી ચૌહાણ જિલ્લા શિક્ષણ અધિકારી મેહતા સાહેબ સહિત શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story