Connect Gujarat
Featured

ભરૂચ : અંકલેશ્વરમાં મહિલાએ ટેકસ ભરવા બેંકની બહાર પાર્ક કરી કાર, જુઓ પછી શું થયું

ભરૂચ : અંકલેશ્વરમાં મહિલાએ ટેકસ ભરવા બેંકની બહાર પાર્ક કરી કાર, જુઓ પછી શું થયું
X

અંકલેશ્વર પ્રતિન ચોકડી પાસે બેન્ક પાસે પાર્ક કરેલી મહિલાની કારનો કાચ તોડી 2.50 લાખ રૂપિયાની મત્તાની ઉઠાંતરી કરી ગઠિયાઓ ફરાર થઇ ગયાં હતાં.

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલી મધુવન સોસાયટીમાં રહેતા સોનલબેન ધનજીત સિંહ નામના મહિલા સોમવારે પોતાના માલિકીના દાગીના અલ્હાબાદ બેંકમાં મુકવા અને અને પ્રોફેશનલ ટેક્સ ભરવા માટે એક્સીસ બેંકમાં આવ્યા હતા. તેઓ પોતાની I-10 કાર પ્રતિન ચોકડી પાસે આવેલી આઇ.સી.આઇ.સી.આઇ બેન્કની સામે કાર પાર્ક કરી એક્સિસ બેંકમાં ગયા હતાં. એ દરમિયાન કોઈક તસ્કરોએ તેમની કારનો કાચ તોડી એમાંથી સોનલબેનનું પર્સ અને બેગ તેમજ મોબાઇલ ચોરી ફરાર થઇ ગયાં હતાં. બનાવ અંગે .સોનલબેને અંકલેશ્વર શહેર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ બેગમાં સોનાની બુટ્ટી તેમજ ચેઇન મળી રૂપિયા બે લાખની મતા હતી. આ ઉપરાંત રોકડા રૂપિયા ૫૦ હજાર અને સેમસંગ કંપની નો જુનો મોબાઇલ રૂપિયા 500 પણ હતા.પોલીસે રૂપિયા 2,50,500 ની મત્તાની ચોરી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story