Connect Gujarat
Featured

ભરૂચ: ઝઘડીયાના જામોલી ગામે દીપડો પાંજરે પુરાયો, લોકોએ ફોટા પાડ્યા પણ પાંજરું લોક ન થતાં શું થયું વાંચો

ભરૂચ: ઝઘડીયાના જામોલી ગામે દીપડો પાંજરે પુરાયો, લોકોએ ફોટા પાડ્યા પણ પાંજરું લોક ન થતાં શું થયું વાંચો
X

ઝઘડીયાના જામોલી ગામે દીપડાનો આતંક વધતા વન વિભાગ દ્વારા પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં દીપડો પાંજરે પણ પુરાયો હતો જો કે પાંજરૂ લોક ન થતાં અડધા ક્લાક સુધી પાંજરે પુરાયેલો દીપડો પલાયન થઈ ગયો હતો.

ઝઘડીયા વાલિયા અને નેત્રંગ પંથકના જંગલ વિસ્તારમાં મોટા પ્રમાણમાં દીપડા વસવાટ કરે છે ત્યારે ઝઘડીયાના જામોલી ગામે દીપડાનો આંતક વધતાં વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.આ પાંજરામાં આજે સવારના સમયે દીપડો પુરાયો હતો.આ અંગેની જાણ થતાં જ ગ્રામજનો દોડી આવ્યા હતા અને દીપડાના ફોટા પણ પાડ્યા હતા પરંતુ આ બાદ જે થયું તેનાથી લોકોના જીવ ટાળવે ચોંટી ગયા હતા. લગભગ અડધો કલાક સુધી દીપડો પાંજરામાં જ પુરાયેલો રહ્યો હતો જો કે પાંજરૂ લોક ન થતાં દીપડો લોકો વચ્ચેથી જ જંગલ વિસ્તારમાં પલાયન થઈ ગયો હતો. સદનસીબે દીપડાએ નજીકમાં ઉભેલા લોકો પર હુમલો કર્યો ન હતો.

આ અંગે રાજપારડી રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર મહેશ વસાવાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યુ હતું કે દીપડાને પકડવા પાંજરું મૂકવામાં આવ્યું હતું પરંતુ કોઈ ક્ષતિના કારણે પાંજરાનો દરવાજો બરાબર બંધ થયો ન હતો આથી દીપડો ભાગી ગયો છે.વન વિભાગ દ્વારા પુન:આજ સ્થળે પાંજરું ગોઠવી દીપડાને પકડવા કવાયત શરૂ કરવામાં આવી છે.

Next Story