ભરૂચ: મયુરપાર્ક સોસાયટીમાં સોસાયટીની પરવાંગી વીના મોબાઇલ ટાવરનું કામ શરૂ કરાવાતા રહિશોનો વિરોધ

New Update
ભરૂચ: મયુરપાર્ક સોસાયટીમાં સોસાયટીની પરવાંગી વીના મોબાઇલ ટાવરનું કામ શરૂ કરાવાતા રહિશોનો વિરોધ

રહીશોએ ભરૂચ કલેકટરને આવેદન આપી ટાવરનું બાંધકામ અટકાવાની માંગ કરી

ભરૂચ મયુરપાર્ક સોસાયટીમાં મકાન નંબર એ-૨૩ માં રહેતા રહીશે પોતાના મકાનના ધાબા પર સોસાયટીની પરવાનગી વગર મોબાઈલ ટાવરનું કામ શરૂ કરાવતા સોસાયટીના રહીશોએ વિરોધ દર્શાવી ભરૂચ કલેકટરને આવેદન આપ્યું હતું.

ભરૂચના મયુર પાર્ક સોસાયટીના રહીશ ગિરીશભાઈ મોદીએ પોતાના રહેણાંક વિસ્તારમાં કોમિર્શિયલ બાંધકામ કરી ગ્રાઉન્ડ ફ્લોર વેલ્ડીંગ વાળાને, એક માળ ટ્યૂશન કલાસીસ અને બીજો માળ રહેણાંક માટે સાથે ધાબા ઉપર ટાવર સોસાયટીની વગર પરવાંગીએ ઉભો થાય તેમ હોય રહીશોએ આજ રોજ ભરૂચ કલેકટરને આવેદન આપી ટાવરનું બાંધકામ અટકાવાની માંગ કરી હતી.