ભરૂચ: વોર્ડ નંબર 1 માં આવેલી સરકારી શાળા પાસે સફાઈ ન થતાં સ્થાનિક લોકો પાલિકામાં પહોંચ્યા

New Update
ભરૂચ: વોર્ડ નંબર 1 માં આવેલી સરકારી શાળા પાસે સફાઈ ન થતાં સ્થાનિક લોકો પાલિકામાં પહોંચ્યા

ભરૂચ પાલિકાના વોર્ડ નંબર એકમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત લીમડીચોક વિસ્તારમાં બે સરકારી સ્કૂલો આવેલી છે. જેમાં મધ્યમ અને ગરીબી રેખા નીચે જીવતા પરિવારનાં બાળકો અભ્યાસ કરે છે. ત્યાં સ્કૂલ જે રોડને અડીને આવેલી છે જેમાં અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે.

બાળકોને રોડ ક્રોસ કરવાની ખૂબ જ મુશ્કેલી પડે છે. જેથી શાળાની પાસે ના રોડ પર સ્પીડ બ્રેકરની ખૂબ જ જરૂરિયાત છે. તથા શાળાની દીવાલને અડીને આજુબાજુવાળા વિસ્તારના લોકો દ્વારા ખૂબ જ ગંદકી થાય છે. તો રોગચાળો ફાટી નિકળવાની પણ શક્યતા રહેલી છે. આ શાળા માં ૧ થી ૫ ધોરણ ના નાના ભૂલકાઓ ભણવા આવતા હોય છે. આ ભૂલકાઓ રોગમાં સપડાઈ જાય તેવી વકી થઈ રહી છે. ત્યારે આજે ભરૂચ સામાજિક સતિષ વસાવા તથા તેમની ટીમે ભરૂચ નગરપાલિકાના પ્રમુખશ્રી વાળાને આ બાબતની રજૂઆત કરી તાકીદે સાફ-સફાઈ થાય અને રોડ પર ડિવાઈડર મુકાય તેવી રજૂઆત અંગેનું આવેદનપત્ર સુપ્રત કર્યું હતું..