Connect Gujarat
Featured

ભરૂચ: નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર બે ટ્રક સામસામે અથડાતા ટ્રકનો કચ્ચરઘાણ, એકનું મોત

ભરૂચ: નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર બે ટ્રક સામસામે અથડાતા ટ્રકનો કચ્ચરઘાણ, એકનું મોત
X

ભરૂચ નેત્રંગ-ડેડીયાપાડા રોડ ઉપર આવેલ અરેઠી ગામના પાટીયા પાસેથી ટ્રક રાત્રીના અંધકારના સમયે પસાર થઇ રહ્યા હતા. તે દરમ્યાન સામે છેડેથી પુરઝડપે અને ગફલતભરી હંકારી આવતા ટ્રક ચાલકે ટક્કર મારતા બંને ટ્રક સામસામે અથડાઇ હતી. બંને ટ્રકના ફુરચેફુરચા ઉડી ગયા હતા. અકસ્માતના બનાવની જાણ થતાં ઘટનાસ્થળ ઉપર પોલીસ અને સ્થાનિક રહીશો ઉમટી પડ્યા હતા, ભારે જહેમત બાદ ટ્રકમાંથી ટ્રક ચાલકને બહાર કાઢ્યો હતો. પગ-પેટ અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્ર ભરૂચ સિવિલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે વડોદરા સિવિલ હોસ્પિટલમાં ખચેડવામાં આવ્યો હતો તે દરમ્યાન કરૂણ મોત નિપજ્યું હતું. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

Next Story