Connect Gujarat
ગુજરાત

આ છે ભરૂચનો ડાન્સિંગ બ્રિજ, એક સમયે હતો ધોરી નસ સમાન

આ છે ભરૂચનો ડાન્સિંગ બ્રિજ, એક સમયે હતો ધોરી નસ સમાન
X

નર્મદા નદી ઉપર આવેલા જૂના સરદાર બ્રિજનાં રિપેરિંગ માટે જેટલો ખર્ચ થયો તેનાથી નવો બ્રિજ બની ગયો હોત

મુંબઈ-અમદાવાદ વચ્ચેનાં વાહન વ્યવહાર માટે એક સમયે મહત્વનો ગણાતો ભરૂચ ખાતે આવેલો નર્મદા નદી ઉપરનો જૂનો સરદાર બ્રિજ આજે અત્યંત જર્જરિત બની ગયો છે. તો આ બ્રિજ ઉપરથી પસાર થતાં ભારદારી વાહનોને કારણે નના વાહનચાલકોનાં માથે જીવનું જોખમ પણ તોળાઈ રહ્યું છે. કારણ કે આ જૂના બ્રિજમાં બે સ્પામ વચ્ચેનાં ગાળામાં થઈ રહેલા જંમ્પિંગનાં કારણે તેને હાલ ડાન્સિંગ બ્રિજ તરીકે પણ લોકો ઓળખાવી રહ્યા છે.

ભરૂચ નજીકથી પસાર થતી નર્મદા નદી ઉપર વર્ષ 1970માં નિર્માણ પામેલો જૂનો સરદાર બ્રિજ આજે પણ વાહનો માટે ચાલુ રાખવામાં આવ્યો છે. આ બ્રિજની અવાર નવાર મરામત કરવામાં આવી છે. પરંતુ જાણે માત્ર એજન્સીઓનાં ખિસ્સા ભરાયા હોય તેમ બ્રિજની સ્થિતિ આજે પણ તથાહગ રહી છે. સ્થાનિક રહીશો અને બ્રિજની આસપાસમાં ખેતરો ધરાવતા ખેડૂતોનું માનીએ તો આ જૂના સરદાર બ્રિજની જેટલી વખત મરામત કરવામાં આવી છે. અને તેના માટે જે નાણા ખર્ચવામાં આવ્યા છે. તેટલી રકમમાંતો નવો બ્રિજ આરામથી બની ગયો હોત. પરંતુ તંત્રની અણ આવડત કહો કે વિકાસનાં નામે મારી ખાનારાઓની દાનત કહો. આ બ્રિજને દર વર્ષે મરામતનાં નામે નાણાનો વેડફાટ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે.

હાલમાં આ બ્રિજ ડાન્સિંગ બ્રિજ બની ગયો છે. જેનાં કારણે આ બ્રિજ ઉપરથી પસાર થતાં નાના વાહન ચાલકો માટે ભારે મુશ્કેલી ઉપસ્થિત થઈ રહી છે. ખાસ કરીને આ બ્રિજ ઉપરથી જ્યારે ભારદારી વાહનો પસાર થાય અને બે સ્પામ વચ્ચેનાં જોઈન્ટ ઉપરથી પસાર થતાં મોટા પ્રમાણમાં જમ્પ થાય છે. જેથી પાછળ આવી રહેલા રિક્ષા ચાલકો કે બાઈક ચાલકોને મોટો ઝટકો લાગી રહ્યો છે. બાઈક ચાલકોને બ્રિજ ઉપર પટકાવાનો પણ ભય સતાવી રહ્યો છે.

Next Story