રાજપારડી પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી થયેલી મોટરસાયકલ સાથે બે રીઢા ચોરોને ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડે ઝડપી પાડયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભરૂચ પેરોલ ફર્લોસ્કોર્ડ ટીમના માણસો રાજપારડી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે આરોપી મિતેન્દ્રસિંહ ઉર્ફે મિત હિતેન્દ્રસિંહ જાદવ તેમજ રાજભાઈ ઉર્ફે રાજુડી પ્રવીણભાઈ વસાવા બન્ને રહે. નવાપોરા તા. ઝઘડિયા જિ. ભરૂચ રતનપુર બસ સ્ટેન્ડ પાસેથી મોટરસાયકલ સાથે શકમંદ હાલતમાં મળતા ઇ - ગુજકોપ પોકેટ કોપ મોબાઇલ તેમજ મોટરસાયકલ કબજે કરી બન્ને આરોપી વિરુધ્ધ CRPC ની કલમ ૪૧ (૧) ડી મુજબ હસ્તગત કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.બન્ને આરોપીઓનો રાજપારડી પોલીસે કબ્જો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ: રાજપારડી પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી થયેલી બાઇક સાથે બે રીઢા ચોર ઝડપાયા
New Update
Latest Stories