Connect Gujarat
Featured

ભરૂચ : ભુગૃઋુષિ ઓવરબ્રિજ પર છ ફુટ ઉંડુ ગાબડું, વાહનચાલકોમાં ભય

ભરૂચ :  ભુગૃઋુષિ ઓવરબ્રિજ પર છ ફુટ ઉંડુ ગાબડું, વાહનચાલકોમાં ભય
X

ભરૂચ શહેરના પુર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડવા માટે કોલેજથી જુની મામલતદાર કચેરી સુધી ફલાયઓવર બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ પર ગાબડું પડી જવાથી અકસ્માતનો ભય સેવાય રહયો છે.

ભરૂચ શહેરના પુર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડવા માટે માત્ર પહેલા કસક ગરનાળુ હોવાથી ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી હતી. આ સમસ્યાના નિરાકરણ માટે કોલેજથી જુની મામલતદાર કચેરી સુધી ફલાયઓવર બનાવી તેને ભૃગુઋુષિનું નામ આપવામાં આવ્યું છે. ઓવરબ્રિજ બની ગયાં બાદ વાહનવ્યવહાર સરળ બન્યો છે. ફલાયઓવર ઉપરથી રોજના હજારો વાહનોની અવરજવર રહેતી હોય છે. આ બ્રિજ બન્યાંના થોડા સમયમાં જ ગાબડું પડી જતાં તેની ગુણવત્તા સામે સવાલો ઉભાં થયાં છે. હાલ બ્રિજ પર પડેલા ગાબડાના કારણે અકસ્માતનો ભય સેવાય રહયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે , ભુતકાળમાં આ ફલાયઓવર બ્રિજ પર અનેક જીવલેણ અકસ્માતો થઇ ચુકયાં છે. વહીવટી તંત્ર વહેલી તકે ગાબડું પુરાવે તેવી વાહનચાલકો માંગ કરી રહયાં છે.

Next Story