Connect Gujarat
ગુજરાત

ભરૂચ ખાતે સ્વસ્થ ભારત સાયકલ યાત્રાનું થયું આગમન

ભરૂચ ખાતે સ્વસ્થ ભારત સાયકલ યાત્રાનું થયું આગમન
X

સાયકલ સવારોનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું

નિવાસી કલેક્ટર અને અન્યસ અધિકારીગણના હસ્તેગ સાયકલીસ્ટોમને સન્માનિત કરી પ્રમાણપત્ર એનાયત કરાયા

સાયકલ યાત્રા ધ્વારા મહાત્મા ગાંધીજીના દેશ પ્રત્યેના સમર્પણ અને ત્યાગને ઉજાગર કરવાનો ઉદ્દેશ

રાષ્ટ્રરપિતા મહાત્માથ ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતિ ઉજવણીના ભાગરૂપે ભારત સરકારના ફુડ એન્ડએ સેફટી સ્ટાંન્ડર્ડ એક્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયાના ઉપક્રમે સમગ્ર દેશમાં તા.૦૨ જી ઓક્ટોબરથી આયોજીત સ્વકસ્થ‍ ભારત સાયકલ યાત્રા ભરૂચ ખાતે આવી પહોંચતા જેનું જિલ્લા વહીવટીતંત્ર ધ્વાજરા ઉષ્માતભેર સ્વાવગત કરાયું હતું.

ઇટ રાઇટ ઇન્ડીયા મુવમેન્ટ ની થીમ પર કુપોષણ, ખોરાકથી તથા બિમારીઓને નાથવા માટે સ્વાસ્થ ખોરાક મળી રહે તેવા ઉદ્દેશથી સ્વાસ્થ ભારત સાયકલ યાત્રા નામની દેશ વ્યાનપી સાયકલ યાત્રા સુરત જિલ્લામાંથી ભરૂચ જિલ્લામાં પ્રવેશ થતાં દર્શન હોટલ, પાનોલી ખાતે સાયકલીસ્ટોનું ભાવભીનું સ્વા ગત કરાયું હતું.

ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકોર હોલ ખાતે આયોજીત સ્વા ગત સમારોહમાં નિવાસી અધિક કલેક્ટર આઇ.જે.માળી, પ્રાંત અધિકારી દેસાઇ, પ્રાંત અધિકારી રમેશભાઇ ભગોરા, ખોરાક ઔષધ નિયમન તંત્રના અધિકારીઓ તથા અન્ય અધિકારીગણના હસ્તે સાયકલીસ્ટોને સન્માનીત કરી પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. સાયકલ યાત્રા ધ્વારા ભરૂચવાસીઓને નોન કોમ્યુાનીકલ રોગોના નિયંત્રણ માટે હેલ્ધી ફુડ માટેની અપીલ કરતાં ઓડિયો - વિડીયો તેમજ તજજ્ઞ ન્યુયટ્રિશિયનો દ્વારા ખોરાક અંગે સમજણ આપવામાં આવી હતી.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="73849,73850,73851,73852,73853,73854,73855"]

ઉલ્લેખનીય છે કે, આ સાયકલ યાત્રાનો ઉદ્દેશ રાષ્ટ્રિપિતા મહાત્મા ગાંધીજીના દેશ પ્રત્યેાના સમર્પણ અને ત્યાગને ભાવાંજલિ આપવાનો તેમજ દેશની જનતાને ફોર્ટીફાઇડ ફુડ મળી રહે તે માટે જનજાગૃતિ લાવવાનો છે. સ્વવસ્થછ ભારત યાત્રા સફળતાપૂર્વક પાર પડે અને ગુજરાતની પ્રજાને સ્વસ્થ, સ્વતચ્છ , પોષણયુક્ત ખોરાક મળી રહે અને છેવાડાના માનવીને પણ શુધ્ધે અને સારૂ ભોજન મળી રહે તે અંગે માહિતગાર કરવામાં આવશે.

આ યાત્રામાં તા.૨૩ નવેમ્બયર ના રોજ સવારે ૦૬:૩૦ કલાકે મેરેથોન દોડ પંડિત ઓમકારનાથ ઠાકોર કલાભવન હોલ ખાતેથી નિકળી શક્તિુનાથ થઇ શ્રવણ ચોકડીથી પરત ટાઉન હોલ ભરૂચ ખાતે આવશે. સવારે ૦૭:૩૦ કલાકે પ્રભાતફેરી નિકળશે જે ટાઉન હોલથી નિકળી કલેક્ટર કચેરી, સિવિલ હોસ્પિટલ થઇ શક્તિનાથથી પરત ટાઉન હોલ આવશે. સવારે ૦૮:૩૦ થી ૧૧:૩૦ પબ્લીક મિટીંગ, મેડીકલ ચેકઅપ, બ્લાર્ડ ડોનેશન કેમ્પિ તથા સાંસ્કૃનત્તિક કાર્યક્રમ યોજાશે. તા.૨૪ મી નવેમ્બારના રોજ ફલેગ ઓફ સેરેમની પંડિત ઓમકારનાથ ઠાકોર કલાભવન હોલ ખાતે યોજાશે. સમગ્ર ભારતમાં આ યાત્રા વિવિધ સ્થજળોએથી શરૂ થઇને હજાર કિલો મીટરનું ભ્રમણ કરીને નવી દિલ્હી ખાતે સંપન્ન થશે.

Next Story